વડોદરાની એમ.એસ.યુનિ.ના વાઇસ ચાન્સેલરનું રાજીનામુ
વીસી વિજય કુમાર શ્રીવાસ્તવની લાયકાત અંગે યુનિવર્સીટીના પ્રોફેસરે ગુજરાત હાઇકોર્ટમાં પિટીશન ફાઇલ કરી હતી

વડોદરાની એમ.એસ.યુનિ.ના વાઇસ ચાન્સેલરનું રાજીનામુ

વડોદરાની એમ.એસ.યુનિ.ના વાઇસ ચાન્સેલરનું રાજીનામુ
વડોદરાની પ્રખ્યાત એમ.એસ.યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલર વિજય કુમાર શ્રીવાસ્તવે આખરે રાજીનામુ આપ્યું છે. વિવાદીત વીસી વિજય કુમાર શ્રીવાસ્તવની લાયકાત અંગે યુનિવર્સીટીના પ્રોફેસરે ગુજરાત હાઇકોર્ટમાં પિટીશન ફાઇલ કરી હતી અને તેની સુનાવણી દરમિયાન વીસીએ રાજીનામુ આપ્યું હોવાની જાણ થઇ છે. કાર્યકાળ પહેલાં જ વીસી શ્રીવાસ્તવે રાજીનામુ આપી દીધું છે.
એમ.એસ.યુનિ.ના વાઇસ ચાન્સેલર વિજય કુમાર શ્રીવાસ્તવનો કાર્યકાળ આમ તો ફેબ્રુઆરી 2025માં પૂર્ણ થવાનો હતો પણ તે પહેલાં જ તેમણે રાજીનામુ આપ્યું હતું. વીસીની લાયકાતની વિરોધમાં યુનિ.ના જ એક પ્રોફેસર સતિશ પાઠકે ગુજરાત હાઇકોર્ટમાં પિટીશન દાખલ કરવામાં આવી હતી.
આ વિવાદીત કેસની સુનાવણી દરમિયાન વીસીએ રાજીનામુ આપ્યું હોવાનું બહાર આવ્યું છે. ઘટનાના પગલે કહી ખુશી કહી ગમની લાગણી જોવા મળી રહી છે. વીસી પર જોહુકમીના આરોપો પણ લાગ્યા હતા. તેમના પર પ્રોફેસરોના પ્રમોશન અટકાવાનો પણ આરોપ લાગ્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!