ગુજરાતમાં કમોસમી વરસાદ: ક્યાં કેટલો પડ્યો?
દ્વારકામાં સૌથી વધુ 1.38 ઈંચ વરસાદ નોંધાયો

ગુજરાત કમોસમી વરસાદ અપડેટ

ગુજરાત કમોસમી વરસાદ અપડેટ
ગુજરાતમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ દ્વારકામાં નોંધાયો છે. દ્વારકામાં 24 કલાકમાં 1.38 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે બીજા જિલ્લોઓની વાત કરીએ તો ભાવનગરમાં 0.87 ઈંચ, જામનગરના લાલપુર તાલુકામાં 0.79 ઈંચ વરસાદ સાબરકાંઠાના વડાળીમાં 0.79 ઈંચ અને મોરબીમાં પણ 0.79 ઈંચ વરસાદ નોંધાયો છે.
ત્યાર બાદ ભાવનગરના ઘોઘા તાલુકામાં 0.71 ઈંચ અને મોરબીના માળીયામાં 0.71 ઈંચ અને હળવદમાં 0.67 ઈંચ વરસાદ વરસ્યો છે. ત્યાર બાદ મધ્ય ગુજરાતના જિલ્લાની વાત કરીએ તો આણંદના સોજિત્રામાં 0.63 ઈંચ અને સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 0.55 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આમ ગુજરાતના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ યથાવત રહ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદમાં મચ્છરોનો આતંક! સોલા સિવિલના આંકડા જાણીને ચોંકી જશો! એક જ અઠવાડિયામાં 14,372 દર્દીઓની નોંધણી!

ગાંધીનગરથી આહવા જઈ રહેલી કાર રસ્તાની રેલિંગ તોડીને સીધી ખાપરી નદીમાં ખાબકી! નાયબ મામલતદાર સહિત 2નાં ઘટનાસ્થળે જ મોત

અમદાવાદમાં ‘પરંપરા’ નવરાત્રિને લઈને મોટો નિર્ણય… હવે ડોમના બદલે ખુલ્લા મેદાનમાં રમાશે ગરબા!