UIDAI દ્વારા મૃતકોના આધાર નંબરને કરાશે નિષ્ક્રિય
મૃત્યુ પામેલા લોકોના આધાર નંબરનો દુરુપયોગ અટકાવવા માટે UIDAIએ તેમને નિષ્ક્રિય કરવાનો નિર્ણ

આધાર કાર્ડ

આધાર કાર્ડ
ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ (UIDAI) એ મોટું પગલું ઉઠાવ્યું છે, જે અનુસાર, તે હવે એવા આધાર નંબરને નિષ્ક્રિય કરી રહ્યું છે જે લોકો હવે જીવિત નથી. આ પગલાનો મુખ્ય ઉદ્દેશ છે કે, મૃત્યુ પામેલા લોકોના આધાર નંબરના દુરુપયોગને અટકાવવો.
આધાર નંબર 12 અંકોની એક વિશિષ્ટ ઓળખ છે જે દરેક ભારતીય નાગરિકને આપવામાં આવે છે. પરંતુ જો વ્યક્તિનું અવસાન થઈ જાય છે તો તેની ઓળખના દુરુપયોગથી બચવા માટે તેનો આધાર નંબર બંધ કરવો અનિવાર્ય બની જાય છે.
UIDAI એ આ પ્રક્રિયાને સરળ બનાવવાના હેતુથી 9 જૂન 2025થી 'માય આધાર' પોર્ટલ પર નવી સેવા શરૂ કરી છે જેને પારિવારિક સભ્યના મૃત્યુ અંગે માહિત નામ આપવામાં આવ્યું છે.
આ સેવા દ્વારા કોઈપણ વ્યક્તિ તેમના પરિવારના મૃત્યુ પામેલા સભ્યની માહિતી આપી શકે છે અને તેમનું આધાર નંબર બંધ કરાવા માટે અરજી કરી શકે છે.
આ માટે અરજીકર્તાને પોતાની ઓળખ આપી દેવી પડશે અને મૃત વ્યક્તિનો આધાર નંબર, મૃત્યુ પ્રમાણપત્રની વિગતો અને અન્ય જરૂરી માહિતી પણ આપવી પડશે. હાલ આ સેવા 24 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં શરૂ થઈ ચૂકી છે અને આગામી સમયમાં સમગ્ર દેશમાં શરૂ થવાની તૈયારી છે.
UIDAIએ રજિસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયા (RGI) પાસેથી મૃત્યુ રેકોર્ડ સાથે આધાર નંબર જોડાવા માટે સહયોગ માંગ્યો હતો. આ અંતર્ગત અત્યારસુધીમાં RGI દ્વારા 24 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (CRS) દ્વારા લગભગ 1.55 કરોડ મૃત્યુ રેકોર્ડ UIDAI ને આપવામાં આવ્યા છે.
મળેલી માહિતીની યોગ્ય ચકાસણી બાદ 1.17 કરોડ આધાર નંબરોને નિષ્ક્રિય કરી દેવામાં આવ્યા છે. CRSમાં ન આવતાં રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ આવી જ પ્રક્રિયા ચાલુ છે. અત્યારસુધીમાં લગભગ 6.7 લાખ મૃત્યુ રેકોર્ડ મળ્યા છે અને તેમને પણ નિષ્ક્રિય કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
UIDAI રાજ્ય સરકારો સાથે મળીને પાયલોટ પ્રોજેક્ટ હેઠળ 100 વર્ષથી વધુ ઉંમર ધરાવતા આધાર ધારકોની માહિતી મોકલી રહ્યા છે. રાજ્ય સરકારો આ માહિતીના આધારે ચકાસશે કે, આ ધારક હજુ જીવિત છે કે નહિ. જો વ્યક્તિ જીવિત ન હોય તો યોગ્ય ચકાસણી બાદ તેનો આધાર નંબર બંધ કરવામાં આવશે.
UIDAIએ જનતાને વિનંતી કરી છે કે, જેમ પરિવારના કોઈ સભ્યનું અવસાન થાય અને મૃત્યુ પ્રમાણપત્ર પ્રાપ્ત થાય, તેમજ તરત 'માય આધાર' પોર્ટલ પર તેમની માહિતી અપાવવી જોઈએ જેથી તેમનો આધાર નંબર સમયસર નિષ્ક્રિય કરી શકાય અને ભવિષ્યમાં કોઈ દુરુપયોગ ન થાય.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!