વડોદરામાં તાલીમ દરમિયાન SRP જવાનનું કરુણ મોત
ડોક્ટરની ચેમ્બર બહાર જ ઢળી પડ્યા જવાન, હાર્ટ એટેકની આશંકા; સારવાર પહેલા જ નિધન

SRP જવાનને છાતીમાં દુખાવો થતા થયું મોત

SRP જવાનને છાતીમાં દુખાવો થતા થયું મોત
વડોદરામાં તાલીમ દરમિયાન SRP જવાન દીપક દિનેશ બારિયાનું મોત થયું છે. આજે સવારે 10 વાગ્યાની આસપાસ સવારની પી.ટી.પરેડ બાદ તેમની તબિયત લથડી હતી. બાદમાં કપડા બદલતા સમયે તેમણે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી. આ દરમિયાન મિત્ર સાથે ડિસ્પેન્સરી તરફ જતા રસ્તામાં જ તેઓ ઢળી પડ્યા હતા. દીપક બારિયા મૂળ રાજપીપળા નજીકના તિલકવાડાના રહેવાસી છે.
ડોક્ટરે તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી ઇન્જેક્શન અને બોટલ આપ્યા હતા. બાદમાં SSG હોસ્પિટલ રીફર કરાયા હતા જ્યાં ઇમરજન્સી વોર્ડમાં સારવાર દરમિયાન મૃત જાહેર કરાયા હતા.
જો કે મૃતકને અગાઉ કોઈ ગંભીર બીમારી હોવા અંગેની માહિતી સામે આવી નથી. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
વડોદરા SRP ગ્રુપ-9માં ઈનચાર્જ સેનાપતિ ડી.બી. બામણીયાએ જણાવ્યું હતું કે, અમારી જૂથ (SRP)ખાતે ગઈ 15 માર્ચથી નવા ભરતી થયેલા જવાનોની તાલીમ શરૂ કરવામાં આવી છે.દીપક દિનેશભાઈ બારીયા નામના જવાન પણ તેમાં નિમણૂંક પામ્યા હતા.સવારના નિયમ મુજબ આજે PT પરેડનો સમય પૂરો થઈ ગયો હતો. પરેડ બાદ તેઓ ફ્રેશ થઈને, કપડાં બદલીને નાસ્તો કરવા માટે તૈયાર થઈ રહ્યા હતા. આ દરમિયાન તેમને છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો.
સારવાર પહેલા જ ઢળી પડ્યા
દીપકકુમારે છાતીમાં દુ:ખાવાની જાણ સાથી જવાનોને કરી હતી. સ્થિતિ ગંભીર જણાતા તેમને તાત્કાલિક SRPની ડિસ્પેન્સરીમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરને બતાવવા માટે કેસ કઢાવી રહ્યા હતા, આ દરમિયાન તેઓ અચાનક ઢળી પડ્યા હતા. હાજર ડોક્ટરોએ તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી બોટલ ચડાવ્યા બાદ વધુ સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડ્યા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.