ગોધરામાં એક જ પરિવારના 4 સભ્યોના કરુણ મોત
આગના ધુમાડાની ગૂંગળામણમાં પરિવાર લપેટાયો, મોટા દીકરાની સગાઈના દિવસે જ માતમ!

ગોધરામાં એક જ પરિવારના 4 સભ્યોના મોત

ગોધરામાં એક જ પરિવારના 4 સભ્યોના મોત
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરે આજે ચોંકાવી દે તેવો દિવસ જોયો છે. આજે વહેલી સવારે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના બની છે, જેના કારણે સમગ્ર શહેરમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
બામરોલી રોડ પર આવેલા ગંગોત્રીનગર-2 વિસ્તારમાં જ્વેલર્સનો વ્યવસાય કરતા દોશી પરિવારના ઘરમાં ભીષણ આગ લાગતા એક જ પરિવારના ચાર સભ્યોએ જીવ ગુમાવ્યો છે. મૃતકોમાં પરિવારના વડા 50 વર્ષીય કમલભાઈ દોશી, 45 વર્ષીય દેવલબેન દોશી, અને તેમના બે પુત્રો, 24 વર્ષીય દેવ અને 22 વર્ષીય રાજનો સમાવેશ થાય છે.
આ દુર્ઘટનાની કરુણતા એ છે કે આજે જ પરિવારના પુત્ર દેવ કમલ દોશીની સગાઈ માટે તેમને વાપી જવાનું હતું. આ શુભ પ્રસંગની તૈયારીઓ વચ્ચે વહેલી સવારે આ દુર્ઘટના બની હતી. મળતી માહિતી મુજબ, મકાનમાં અચાનક લાગેલી આગે ગણતરીની મિનિટોમાં જ આખા મકાનને લપેટમાં લઈ લીધું હતું. પ્રાથમિક અનુમાન મુજબ, આગને કારણે થયેલા ભારે ધુમાડા અને ગૂંગળામણને લીધે ચારેય સભ્યોના મોત થયા હોવાની શક્યતા છે.
ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે
આગની જાણ થતાં જ ગોધરા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં પરિવારના ચાર સભ્યોના કરુણ મોત નીપજ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ચારેય મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.
આગ કયા કારણોસર લાગી તે અંગે હાલ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. ટૂંક સમયમાં FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)ની ટીમ દ્વારા પણ ઘટનાસ્થળની મુલાકાત લેવામાં આવશે. પ્રાથમિક અનુમાન આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે.
દોશી પરિવારના ચાર સભ્યોના આકસ્મિક અને કરુણ મૃત્યુને કારણે સમગ્ર જૈન સમાજ અને પૂરા ગોધરા શહેરમાં શોક અને ગમગીનીની લાગણી ફેલાઈ ગઈ છે. આ હૃદય કંપાવનારી ઘટનાએ સૌ કોઈને હચમચાવી દીધા છે અને પરિવારના નિધનથી તેમના સગા-સંબંધીઓમાં ભારે આઘાતની લાગણી જોવા મળી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?