પાદરામાં કરુણ અકસ્માત: નદીમાં તણાતાં 2 માસૂમ ગુમ
કોઝવે પર બાઈક સ્લીપ થતાં માતા-પિતા બચ્યા પણ 5 અને 3 વર્ષના સંતાનો પ્રવાહમાં તણાયા

ઢાઢર નદીમાં ચાર તણાયા, બે હજુ લાપતા

ઢાઢર નદીમાં ચાર તણાયા, બે હજુ લાપતા
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના કોટણા ગામેથી એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. કરજણના વિરજઈથી કોટણા ગામને જોડતા કોઝવે પરથી પસાર થઈ રહેલું એક પરિવાર ઢાઢર-વિશ્વામિત્રી નદીના તેજ પાણીના વહેણમાં તણાયું હતું. આ ઘટનામાં માતા-પિતાનો આબાદ બચાવ થયો છે, પરંતુ તેમના બે માસૂમ સંતાનો પાણીના પ્રવાહમાં તણાઈ જતાં ગુમ થયા છે. આ કરુણ ઘટનાથી સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
કેવી રીતે સર્જાયો અકસ્માત?મળતી માહિતી મુજબ, કોટણા ગામના રહેવાસી હિતેશ પઢીયાર તેમની પત્ની વૈશાલીબેન અને બે સંતાનો – 5 વર્ષીય દેવેન્દ્ર અને 3 વર્ષીય સોહમને લઈને વાઘોડિયા તાલુકાના અલ્વા ગામથી બાઈક પર કોટણા પરત આવી રહ્યા હતા.
પાણીનો તેજ પ્રવાહ: સતત વરસાદના કારણે કોઝવે પર પાણીનો પ્રવાહ ઘણો તેજ હતો.
બાઈક સ્લીપ: આ પ્રવાહમાંથી પસાર થતી વખતે બાઈક અચાનક સ્લીપ થઈ ગઈ, જેના કારણે આખો પરિવાર પાણીના વહેણમાં તણાઈ ગયો.
બચાવ કાર્યમાં લાગેલા ગ્રામજનોએ જણાવ્યું કે, હિતેશ પઢીયાર ખાનગી કંપનીમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે, અને અકસ્માતનો ભોગ બનવાથી આ પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
માતા-પિતાનો બચાવ, બાળકો ગુમબાઈક તણાયાની ઘટનાની જાણ થતાં જ કોટણા ગામના માજી સરપંચ રાજુ પઢીયાર સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. ગ્રામજનોએ ત્વરિત કાર્યવાહી કરીને હિતેશભાઈ અને વૈશાલીબેનને નદીમાંથી હેમખેમ બહાર કાઢી લીધા હતા. જોકે, તેમના બંને માસૂમ સંતાનો દેવેન્દ્ર અને સોહમ પાણીના તેજ વહેણમાં તણાઈ જતાં ગુમ થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ વડુ પોલીસ તેમજ કરજણ અને વડોદરા ફાયર વિભાગની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને તાત્કાલિક ગુમ બાળકોની શોધખોળ શરૂ કરી છે.
બચાવ કાર્યમાં અવરોધ અને ગ્રામજનોની માંગસ્થાનિકોએ બચાવ કાર્ય દરમિયાન પ્રશાસનને એક ગંભીર બાબતની જાણ કરી હતી કે આ વિસ્તારમાં મગરનો ઉપદ્રવ પણ છે, જેના કારણે બાળકોની શોધખોળ અને બચાવ કાર્યમાં મોટો અવરોધ ઊભો થઈ રહ્યો છે.
ગ્રામજનોએ તંત્ર સમક્ષ માંગણી કરી છે કે, ચોમાસાની ઋતુ દરમિયાન આવા કોઝવે પર ચેતવણી બોર્ડ લગાવવા જોઈએ અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. હાલમાં ફાયર અને પોલીસની ટીમ સાથે ગ્રામજનો પણ બંને માસૂમ બાળકોને શોધવા માટેની તમામ શક્ય કોશિશો કરી રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!