અળદરી ધોધમાં ડૂબેલા રાજસ્થાનના 1 વિદ્યાર્થીનું મોત
મહીસાગરના અળદરી ધોધમાં રાજસ્થાનના 2 વિદ્યાર્થીઓ ડૂબ્યા, જેમાં એકના મોતની પુષ્ટિ

અળદરી ધોધ

અળદરી ધોધ
મહીસાગર જિલ્લામાં એક દુઃખદ ઘટના બની છે, જ્યાં અળદરી ધોધ ખાતે ફરવા આવેલા રાજસ્થાનના 2 વિદ્યાર્થીઓ પાણીમાં ડૂબ્યા હોવાની માહિતી મળી છે. મળતી માહિતી મુજબ, રાજસ્થાનના સરથાણા ગામથી ધોરણ 11ના 2 વિદ્યાર્થી અળદરી ધોધની મુલાકાતે આવ્યા હતા, ત્યારે તળાવમાં ડૂબી જતાં એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું અને બીજાની શોધખોળ માટે કામગીરી ચાલુ છે.
આ ઘટના વાવકુવા ગામના નજીક આવેલા અળદરી ધોધ વિસ્તારમાં બની હતી. પાણીના વહેણમાં ફસાઈ જતા બન્ને વિદ્યાર્થીઓ ડૂબી ગયા હોવાનું પ્રાથમિક તારણ છે. પોલીસને ઘટનાની જાણ થતાં તરત સ્થળ પર પહોંચી કાર્યવાહી શરૂ કરી છે. બાકોર પોલીસ અને ડીટવાસ પોલીસની ટીમે શોધખોળ શરૂ કરી છે અને મૃતક વિદ્યાર્થીના શરીરને બહાર કાઢવામાં આવ્યો છે.
હજુ બીજો વિદ્યાર્થી હજુ મળ્યો નથી અને તેના માટે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ છે. વિદ્યાર્થીઓ શાળાની રજા દરમિયાન ધોધ જોવા માટે પ્રવાસે નીકળ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ઘટનાએ દર્શાવ્યું છે કે, વરસાદી સિઝનમાં ધોધ અને નદીમાં નાહવા કે સેલ્ફી લેવાના પ્રયાસો કેટલી જીવલેણ પરિસ્થિતિ ઊભી કરી શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!