Ahmedabad માં કોલ્ડ પ્લે મ્યુઝિક કોન્સર્ટને લઈ કેટલાંક માર્ગો પર વાહન વ્યહાર પ્રતિબંધિત
Ahmedabad શહેર પોલીસ કમિશનરે જાહેરનામુ પ્રસિદ્ધ કરી ડાયવર્ઝન આપ્યુ

Ahmedabad પોલીસનું જાહેરનામું

Ahmedabad પોલીસનું જાહેરનામું
સુરેશ વણોલ, અમદાવાદ
અમદાવાદ (Ahmedabad)ના મોટેરા સ્થિત ‘નરેન્દ્ર મોદી સ્ટેડીયમ' માં કોલ્ડ પ્લે મ્યુઝિક કોન્સર્ટ યોજાનાર છે. આ કોન્સર્ટ દરમિયાન વાહનોની અવર-જવર માટે કેટલાક માર્ગો પર પ્રતિબંધિત કરતું અમદાવાદ (Ahmedabad) શહેર પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે.
અમદાવાદ (Ahmedabad) શહેરમાં ‘નરેન્દ્ર મોદી સ્ટેડીયમ' મોટેરા, સાબરમતી ખાતે 25 અને 26 જાન્યુઆરીના રોજ કોલ્ડ પ્લે મ્યુઝિક કોન્સર્ટ યોજાનાર છે. આ મ્યુઝિક શો જોવા માટે આવનાર મોટી સંખ્યામાં VVIP તેમજ સંગીત પ્રેમીઓ ઉમટી પડશે. મર્યાદિત સમયમાં વાહનો સાથે આવતા દર્શકો અને સેલિબ્રિટીને જોવા માટે એકઠી થતી આમ જનતા વચ્ચે વાહનોની અવર-જવર અને ટ્રાફિક પ્રવાહ સરળતાથી પસાર થાય તેમજ માર્ગ અકસ્માતો બનતા નિવારવા અમદાવાદ (Ahmedabad) શહેર પોલીસ કમિશનરે જી.એસ.મલિકે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યુ છે.
જેમાં વાહનોની અવરજવર માટે પ્રતિબંધિત કેટલાક માર્ગો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જનપથ ટીથી મોટેરા સ્ટેડીયમ મુખ્ય ગેટ થઇ કૃપા રેસિડન્સી ટી થઇ મોટેરા ટી સુધીનો જતો-આવતો માર્ગ પ્રતિબંધિત કરીને તેના માટે વૈકલ્પિક માર્ગ અપનાવવા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે. જાહેર જનતા તપોવન સર્કલથી ઓ.એન.જી.સી. ચાર રસ્તાથી વિસત ટીથી જનપથ ટી થઇ પાવર હાઉસ ચાર રસ્તા થઇ પ્રબોધ રાવળ સર્કલ સુધીના જતા-આવતા માર્ગ પરથી અવર-જવર કરી શકાશે. આ ઉપરાંત કૃપા રેસિડેન્સી ટી થઇ શરણ સ્ટેટસ ચાર રસ્તા થઇ ભાટ-કોટેશ્વર રોડ થઇ એપોલો સર્કલ તરફ અવર-જવર કરી શકાશે.
કોન્સર્ટ સાથે સંકળાયેલા વાહનો, ફરજમાં રોકાયેલા સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સનાં વાહનો તેમજ આકસ્મિક સંજોગોમાં વાહન સાથે અવર-જવર કરનારને આ જાહેરનામું લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો અમલ 25 અને 26 જાન્યુઆરીના રોજ 12 કલાકથી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી કરવાનો રહેશે. જાહેરનામાના આદેશોનું ઉલ્લંઘન કરનાર શખ્સો સામે કાયદાકીય કાર્યવાહી કરાશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.