tik tok સ્ટાર કીર્તિ પટેલ ફરી વિવાદમાં આવી છે.કાપોદ્રા પોલીસે કીર્તિ પટેલની ધરપકડ કર્યા બાદ અન્ય ફરિયાદો પણ સામે આવી રહી છે.સુરતમાં રહેતા એક દંપતીએ પોલીસ કમિશનર અને કલેકટરને અરજી કરીને ન્યાયની માંગણી કરી છે.પર્વત પાટિયા વિસ્તારમાં રહેતા કીર્તિભાઈ પટેલ નામના વ્યક્તિએ પોતાની પત્ની મંજુલાબેનના નામે 2016 માં ફ્લેટ લીધો હતો.
મંજુલાબેન પટેલના નામે ખુલાશ દર્શન વાટિકા સોસાયટીમાં 203 નંબરનો ફ્લેટ હતો.પટેલ પરિવારની આ ફ્લેટ પર લોન પણ ચાલુ છે.અને હાલ જેની કિમત 20 લાખ રૂપિયાથી વધુ છે.મંજુલાબેને કીર્તિ પટેલને 6 વર્ષ પહેલા ફ્લેટ ભાડે આપ્યો હતો.કીર્તિ પટેલને 9500 રૂપિયા ભાડે ફ્લેટ આપવામાં આવ્યો હતો.અને ડિપોઝિટ પેટે 30,000 લેવામાં આવ્યા હતા. કીર્તિ પટેલ tiktok પર ફેમસ થઈ ગયા બાદ તેને ફ્લેટ ખાલી કરવા માટે કહ્યું હતું.
પરંતુ કીર્તિ પટેલએ આનાકાની કરી હતી.અને હાલ છ વર્ષથી ફ્લેટ પર કબજો કરીને બેઠી છે.દંપતીએ બે હાથ જોડીને તંત્રને અપીલ કરી છે.કે અમને અમારો ફ્લેટ પાછો અપાવો.સમગ્ર મામલે પોલસને ધ્યાન આવતા આ બાબતની પણ તપાસ કરવામાં આવી રહી છે.