અમદાવાદની18+ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અમિત શાહ અને લોરેન્સ બિશ્નોઈને પણ ટાર્ગેટ કરવાની વાત, તપાસમાં કંઈ મળ્યું નહીં

શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ધમકી મળતાં જ પોલીસ, બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS), ડોગ સ્ક્વોડ તેમજ ફાયર વિભાગની ટીમો શાળાઓમાં પહોંચી ગઈ હતી. તમામ શાળાઓમાં સઘન તપાસ કરવામાં આવી, પરંતુ કોઈપણ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી. પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ આ ધમકીઓ હોબાળો હોવાની શક્યતા છે.
અસરગ્રસ્ત શાળાઓની યાદીસુરક્ષાના ભાગરૂપે કેટલીક શાળાઓએ વિદ્યાર્થીઓને ઘરે મોકલી દીધા હતા અને બપોરની પાળીમાં રજા જાહેર કરી હતી. ડીએવી ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલે જણાવ્યું કે સવારે ૯ વાગ્યે મેલ મળ્યો હતો અને તરત જ પોલીસને જાણ કરી વાલીઓને મેસેજ કરીને બાળકોને સુરક્ષિત ઘરે મોકલવામાં આવ્યા.
આ ઘટનાને પગલે ગાંધીનગર સચિવાલય અને સીએમ ઓફિસ પાસે પણ ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ મુદ્દે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. સરકારી પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી છે અને પરિસ્થિતિ નિયંત્રણમાં છે.
અમદાવાદ શહેર ડીઈઓ રોહિત ચૌધરીએ તમામ શાળાઓને સંબંધિત પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવવા સૂચના આપી છે. પોલીસ હવે ઈ-મેલના સ્ત્રોતની તપાસ કરી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?