ગુજરાતના કિનારે 'શક્તિ' વાવાઝોડાનો ખતરો
અરબી સમુદ્રમાં સક્રિય 'શક્તિ' વાવાઝોડું વધુ શક્તિશાળી બનશે, પવનની ગતિ મજબુત બનવાની સંભાવના

'શક્તિ' વાવાઝોડું તીવ્ર

'શક્તિ' વાવાઝોડું તીવ્ર
અરબી સમુદ્રમાં સિઝનનું પ્રથમ ચક્રવાતી તોફાન 'શક્તિ' (Cyclone Shakti) સક્રિય થતાં ગુજરાતના દરિયાકાંઠા પર ખતરો મંડરાઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જારી કરાયેલી માહિતી અનુસાર, આ ડીપ ડિપ્રેશન હવે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ રહ્યું છે અને આગામી કલાકોમાં તે વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરી શકે છે.
વાવાઝોડાની ગતિ અને અસર
IMDના અહેવાલ મુજબ, શુક્રવારે સવારે 'શક્તિ' ગુજરાતના દ્વારકાથી 240 કિલોમીટર અને પોરબંદરથી 270 કિલોમીટર દૂર કેન્દ્રિત હતું. આગામી 24 કલાકમાં આ વાવાઝોડું વધુ સક્રિય થશે અને પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધશે. હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે કે, 4 ઓક્ટોબરની સાંજથી 6 ઓક્ટોબરની સવાર સુધીમાં 'શક્તિ' વધુ સક્રિય થઈ શકે છે. આ દરમિયાન પવનની ગતિ 100-110 કિલોમીટર પ્રતિ કલાક અને વધુમાં વધુ 125 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે.
હવામાન વિભાગે અરબી સમુદ્રમાં ભારે પવન ફૂંકાવવાની અને ઊંચા મોજાં ઉછળવાની ચેતવણી આપી છે. તારીખ 3 ઓક્ટોબરથી 6 ઓક્ટોબર સુધી માછીમારોને દરિયો ન ખેડવા અને અરબી સમુદ્રમાં ન જવાની સખ્ત સૂચના આપવામાં આવી છે.
'શક્તિ' નામ શ્રીલંકા દ્વારા આપવામાં આવ્યું છે, જેનો તમિલ ભાષામાં અર્થ 'તાકાત' અથવા 'Power' થાય છે. સમગ્ર વહીવટી તંત્રને સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને એલર્ટ પર મૂકવામાં આવ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!