સુરેન્દ્રનગર બંધ કરામાંથી મળી આ ખતરનાક વસ્તું
લીંબડી-રાજકોટ હાઇવે પર LCBનો દરોડો: ખોટી નંબર પ્લેટવાળી કારમાંથી ₹૧૦.૫૫ લાખનો મુદ્દામાલ કબ

પોલીસને કારમાથી મળી અધધ દારુની બોટલ

પોલીસને કારમાથી મળી અધધ દારુની બોટલ
સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા લીંબડી-રાજકોટ નેશનલ હાઈવે પર દારૂની ગેરકાયદેસર હેરાફેરીના નેટવર્ક પર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) પોલીસે મોટો પ્રહાર કર્યો છે. વઢવાણ તાલુકાના વસ્તડી ગામની સીમમાંથી બિનવારસી હાલતમાં પડેલી એક શંકાસ્પદ કારમાંથી પોલીસે ઇંગ્લિશ દારૂની કુલ ૨૦૨૦ બોટલો ઝડપી પાડી છે.
૩૧મી ડિસેમ્બરના સંગ્રહ પર પ્રહાર:
પોલીસને બાતમી મળી હતી કે, ખાસ કરીને બૂટલેગરો દ્વારા ૩૧મી ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખીને અત્યારથી જ દારૂનો સંગ્રહ અને હેરાફેરી કરવામાં આવી રહી છે. આ બાતમીના આધારે સુરેન્દ્રનગર LCB પોલીસ હાઈવે પર પેટ્રોલિંગ કરી રહી હતી.
પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીને આધારે, લીંબડી-રાજકોટ હાઈવે પર વસ્તડી ગામની સીમમાં જોબાના માર્ગે પોલીસે તપાસ હાથ ધરી હતી. ત્યાં એક બિનવારસી કાર શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી, જેના પર ખોટી નંબર પ્લેટ લગાવવામાં આવી હતી.
₹૧૦.૫૫ લાખનો મુદ્દામાલ જપ્ત:
પોલીસે આ કારની તલાશી લેતા તેમાંથી રૂ. ૫,૫૫,૫૦૦ ની કિંમતની ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ ૨૦૨૦ નાની બોટલ મળી આવી હતી. દારૂની કિંમત અને કારની કિંમત રૂ. ૫ લાખ સહિત પોલીસે કુલ રૂ. ૧૦,૫૫,૫૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.
જોકે, દારૂની હેરાફેરી કરનાર આરોપી ઘટનાસ્થળે હાજર મળી આવ્યો ન હતો. પોલીસે ફરાર કાર ચાલક સહિત આ નેટવર્કમાં સંડોવાયેલા તમામ શખ્સો વિરુદ્ધ જોરાવરનગર પોલીસ મથકે ગુનો નોંધીને, આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ શરૂ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?