અમદાવાદના જૈન દેરાસરમાં 1 કરોડ 64 લાખની ચોરી
પાલડીના જૈન દેરાસરમાંથી 1 કરોડ 64 લાખની ચાંદીની ચોરી

જૈન દેરાસરમાં ચોરી

જૈન દેરાસરમાં ચોરી
અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા શ્રી લક્ષ્મીવર્ધક જૈન દેરાસરમાંથી 117.336 કિલો ચાંદીના મુગટ, કુંડળ અને અન્ય ઘરેણાંની ચોરી થઈ છે, જેની કિંમત 1.64 કરોડ રૂપિયા જેટલી છે. આ ચોરીની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ કૃત્ય કોઈ બાહ્ય ચોરે નહીં, પરંતુ દેરાસરના પૂજારી મેહુલ રાઠોડ અને સફાઈકર્મીઓ કિરણ વાઘરી તથા પુરી (હેત્તલ) વાઘરીએ મળીને આચર્યું છે. પાલડી પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
ચોરીની શોધ કેવી રીતે થઈ?પાલડીની ન્યૂપીનલ પાર્ક સોસાયટીમાં રહેતા અને દેરાસરના સેક્રેટરી તરીકે 14 વર્ષથી સેવા આપતા રાજેશ શાહને ચોરીની જાણ થતાં તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી. રાજેશ શાહ માણેકચોક ખાતે રાજ ઓર્નામેન્ટ નામની દુકાન ધરાવે છે. 8 ઓક્ટોબરે શિતલનાથ ભગવાન અને વાસુપૂજ્ય સ્વામીને ચઢાવવા માટે ચાંદીની આંગી (ખોયું) દેરાસરમાં આવી હતી, જેને ભોયરામાં લોકરવાળા રૂમમાં સુરક્ષિત રાખવામાં આવી હતી.
થોડા દિવસ પહેલાં સવારે 11 વાગ્યે રાજેશ શાહ અને ટ્રસ્ટી અલ્પેશ પરીખ દેરાસરની ઓફિસમાં હાજર હતા ત્યારે તેમને જાણ થઈ કે આંગી ગાયબ છે. શોધખોળ દરમિયાન ખબર પડી કે ભગવાનના મુગટ, કુંડળ અને અન્ય ચાંદીના ઘરેણાં પણ ગાયબ છે, જેનું કુલ વજન 117.336 કિલો હતું.
પૂજારી અને સફાઈકર્મીઓ ફરારચોરીની જાણ થતાં રાજેશ શાહે દેરાસરના પૂજારી મેહુલ રાઠોડનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ગાયબ હતો. ટ્રસ્ટીઓએ દેરાસર અને ઉપાશ્રયના CCTV ફૂટેજ તપાસતાં ચોંકાવનારી હકીકતો સામે આવી. મેહુલ રાઠોડે સફાઈકર્મીઓ કિરણ વાઘરી અને તેની પત્ની પુરી (હેત્તલ) વાઘરી સાથે મળીને ચોરીનું આયોજન કર્યું હતું. મેહુલે ચોરી પહેલાં રાત્રે પોણા ત્રણ વાગ્યે CCTV કેમેરાની મેઈન સ્વીચ બંધ કરી દીધી હતી, જેથી તેમની હરકતો રેકોર્ડ ન થાય. લગભગ અઢી કલાક સુધી ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ સવા પાંચ વાગે CCTV સ્વીચ ફરી ચાલુ કરવામાં આવી, જે કેમેરામાં કેદ થઈ ગઈ.
આરોપીઓની શંકાસ્પદ પૃષ્ઠભૂમિટ્રસ્ટીઓની તપાસમાં જાણવા મળ્યું કે મેહુલ રાઠોડ, કિરણ વાઘરી અને પુરી મૂળ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ભાલક ગામના રહેવાસી છે. કિરણ અને પુરીને દેરાસરમાં સફાઈકામ માટે માસિક 10,000 રૂપિયાનો પગાર આપવામાં આવતો હતો. જોકે, ટ્રસ્ટીઓની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો કે આ દંપતીએ વિસનગરમાં મકાન અને કાર ખરીદી છે, જે તેમની આવકની તુલનામાં શંકાસ્પદ છે.
ચોરી બાદ મેહુલ, કિરણ અને પુરી રહસ્યમય રીતે ફરાર થઈ ગયા છે અને તેમના ફોન સ્વીચ ઓફ છે. મેહુલના ભાઈ દિનેશ, જે પણ દેરાસરમાં પૂજારી તરીકે કામ કરે છે, તેણે જણાવ્યું કે મેહુલનો કોઈ સંપર્ક નથી.
પોલીસ તપાસ અને લોકરની ચાવીનો દુરુપયોગચાંદીના ઘરેણાં દેરાસરના ભોયરામાં લોકરમાં સુરક્ષિત રાખવામાં આવ્યા હતા, જેની ચાવી મેહુલ રાઠોડ પાસે હતી. મેહુલે આ વિશ્વાસનો દુરુપયોગ કરીને ચોરીનું આયોજન કર્યું. બે વર્ષ પહેલાં દેરાસરની દિવાલમાં લગાવેલા ચાંદીના પુંઠીયા જીવાતો થવાને કારણે લોકરમાં ખસેડવામાં આવ્યા હતા, જે પણ આ ચોરીમાં ગાયબ થયા.
પાલડી પોલીસે 1.64 કરોડની ચોરીનો ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. પોલીસે CCTV ફૂટેજ અને ટ્રસ્ટીઓની તપાસના આધારે આરોપીઓની ઓળખ કરી લીધી છે અને તેમની ધરપકડ માટે તપાસ તેજ કરી છે.
સમાજમાં આક્રોશઆ ઘટનાએ જૈન સમાજ અને સ્થાનિક લોકોમાં આક્રોશ ફેલાવ્યો છે. દેરાસરના પૂજારી જેવા વિશ્વાસના પદ પર રહેલી વ્યક્તિ દ્વારા આવી ચોરીનું આયોજન થવું એ ધાર્મિક સ્થળોની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઉભા કરે છે. ટ્રસ્ટીઓ અને સ્થાનિક લોકોની માંગ છે કે આરોપીઓને જલદી ઝડપી લઈ કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!