ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ 20 ફેબ્રુઆરીએ રજૂ કરાશે
15મી ગુજરાત વિધાનસભાનું છઠ્ઠું સત્ર 19 ફેબ્રુઆરીથી મળશે

15મી ગુજરાત વિધાનસભાનું છઠ્ઠું સત્ર 19 ફેબ્રુઆરીથી મળશે

15મી ગુજરાત વિધાનસભાનું છઠ્ઠું સત્ર 19 ફેબ્રુઆરીથી મળશે
15મી ગુજરાત વિધાનસભાનું છઠ્ઠું સત્ર 19 ફેબ્રુઆરીથી શરૂ થશે. જ્યારે 20 ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુ દેસાઈ વર્ષ 2025-26નું બજેટ રજૂ કરશે. બજેટ સત્ર વિશે માહિતી પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, 19 ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર મળશે. 19 ફેબ્રુઆરીથી શરૂ થનાર બજેટ સત્ર 28 માર્ચ સુધી ચાલશે. જેમા કુલ 27 જેટલી બેઠકો મળશે.
26 દિવસ ચાલનારા બજેટ સત્રમાં પ્રથમ દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી શરૂઆત થશે. નાણામંત્રી કનુ દેસાઈ સત્રના બીજા દિવસે 20મી ફેબ્રુઆરીએ વર્ષ 2025-26નું બજેટ રજૂ કરશે.
પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું કે, આ વર્ષે રજૂ કરવામાં આવનારૂ બજેટ વધુ સુવિધાજનક અને રાજ્યના વિકાસને નવી દિશા આપનારૂ હશે. વર્ષ 2025 ગુજરાતની પ્રગતિ માટે માઈલ સ્ટોન સાબિત થશે. આ સત્રમાં સરકારી વિધેયકો, બિન સરકારી વિધેયકો, વિનિયોગ વિધેયક રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત માંગણીઓ અને પૂરક માંગણીઓ પર ચર્ચા કરવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.