પી.ટી.જાડેજાનો પાસાનો હુકમ રિવોક કરાયો
ક્ષત્રિય આગેવાન ડો.જયેન્દ્રસિંહ જાડેજાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી આ મામલાની માહિતી આપી

ક્ષત્રિય આગેવાન ડો.જયેન્દ્રસિંહ જાડેજાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી આ મામલાની માહિતી આપી

ક્ષત્રિય આગેવાન ડો.જયેન્દ્રસિંહ જાડેજાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી આ મામલાની માહિતી આપી
ક્ષત્રિય સમાજના ભારે વિરોધ બાદ સરકારને નમતું જોખવું પડ્યું છે. સરકાર ક્ષત્રીય આગેવાન પી.ટી. જાડેજાને જેલમુક્ત કરી રહી છે. પી.ટી જાડેજા સામે કરાયેલો પાસાનો હુકમ રદ કરાયો છે. સરકારની સમીક્ષા બાદ પાસાનો હુકમ રદ કરાયો છે. થોડીવારમાં પી.ટી.જાડેજા જેલમાંથી બહાર આવશે. ક્ષત્રિય આગેવાન ડો.જયેન્દ્રસિંહ જાડેજાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી આ મામલાની માહિતી આપી હતી.
ઉલ્લેખનિય છે કે થોડા દિવસ પહેલાં રાજકોટ શહેર તાલુકા પોલીસ દ્વારા પી ટી જાડેજાની પાસા હેઠળ અટકાયત કરવામાં આવતા ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. પી.ટી.જાડેજાની અટકાયત કરી પાસા હેઠળ સાબરમતી જેલમાં મોકલાયા હતા. આ મામલે ક્ષત્રિય સમાજે મુખ્યમંત્રી, ગૃહરાજ્યમંત્રીને રજૂઆત કરી હતી. રાજકોટમાં અમરનાથ મહાદેવની આરતીને લઈને વિવાદ સર્જાયો હતો. જેમાં વિવાદ બાદ પી.ટી.જાડેજાને સાબરમતી જેલમાં મોકલાયા હતા.
રાજકોટના મંદિરમાં આરતી કરવાની ના પાડવાનો વિવાદ વકર્યો હતો. જેમાં આરતી કરવાની ના પાડતા પી.ટી.જાડેજા સામે ફરિયાદ થઇ હતી. જેમાં સમગ્ર મામલે પી.ટી.જાડેજાના પુત્ર અક્ષિતસિંહનું નિવેદન સામે આવ્યું હતુ. તેમાં અક્ષિતસિંહે જણાવ્યું છે કે મારા પિતા 2004થી આ મંદિરના ટ્રસ્ટી છે. અમુક લોકો ટ્રસ્ટી બન્યા બાદ કોઈ દિવસ મંદિરે આવ્યા નથી. તથા મંદિરનું તમામ સંચાલન મારા પિતા દ્વારા કરવામાં આવે છે. અમરનાથ યુવા ગ્રુપે મંદિર પર ગેરકાયદે કબજો કરવાની તૈયારી કરી છે.
જ્યારે પી.ટી.જાડેજાની અટકાયત કરાઇ ત્યારે અખિલ ભારતીય રાજપુત યુવા સંઘ વતી ડો.જયેન્દ્રસિંહ જાડેજાએ વિડીયો જાહેર કરીને કહ્યું હતું કે ક્ષત્રિય સમાજના આગેવાન પી.ટી.જાડેજાને નાની મેટરમાં ટાર્ગેટ કરાયા છે. તેઓ મંદિરમાં ટ્રસ્ટી છે અને બીજા લોકો ગેરકાયદેસર કબજો લેવાના હતા તો તેમની વિરુદ્ધમાં સરકારે પાસા કરી છે તે દુખદ છે, સરકાર સ્યુસાઇડ કરી રહી છે. હવે સરકાર સાથેના તમામ ઇસ્યુ ઠંડા થઇ ગયા છે અને સરકાર પાસે રાજપૂત સમાજને કંઇ નથી છતાં સરકાર પગલાં લેશે તો કાયમી વાંધો પડશે.
આ પણ વાંચો---
પી.ટી.જાડેજાની અટકાયતથી ક્ષત્રિય સમાજમાં ભારે રોષ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!