જૂનાગઢ કન્યા છાત્રાલયમાં હોબાળો
કોર્પોરેટરોએ મામલો દબાવવાનો પ્રયાસ – વોર્ડનની એડમિશન રદ કરવાની ધમકી!

કન્યા છાત્રાલયમાં હોબાળો

કન્યા છાત્રાલયમાં હોબાળો
જૂનાગઢ ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકર સરકારી કન્યા છાત્રાલયમાં આશરે 230 વિદ્યાર્થિનીઓના સ્વાસ્થ્ય અને સુરક્ષાથી સંબંધિત ગંભીર ફરિયાદો સામે આવી છે. 12 નવેમ્બરની રાત્રે ભોજનમાં જીવાતો, ઈયળો અને સંભારામાં સાવરણાની સળીઓ નીકળતાં વિદ્યાર્થિનીઓએ હોબાળો મચાવ્યો હતો. હોસ્ટેલની છત ટપકતી, શૌચાલય ખંડેર હાલતમાં અને ગાદલા પર બેડશીટ ન હોવાની ફરિયાદ પણ વિદ્યાર્થીઓએ કરી હતી.
વિદ્યાર્થિનીઓએ આક્ષેપ કર્યો કે જ્યારે તેઓ વોર્ડનને ફરિયાદ કરે છે ત્યારે કહેવામાં આવે છે — “અહીં ખાવા આવો છો કે ભણવા? એડમિશન રદ કરી નાખીશ!” શરૂઆતમાં મીડિયાને હોસ્ટેલમાં પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો, પરંતુ વિદ્યાર્થિનીઓના હોબાળાથી મીડિયાને અંદર જવાની મંજૂરી મળી.
વિદ્યાર્થિની મોનિકા રાઠોડે જણાવ્યું કે, “જમવાનું મેનુ મુજબ ક્યારેય બનતું નથી, વારંવાર જીવાતો મળે છે અને માત્ર બટેટાનું પાણી જેવું શાક જ બને છે.” અન્ય વિદ્યાર્થીની ભાવિકાએ જણાવ્યું કે ખરાબ જમવાના કારણે વારંવાર સ્વાસ્થ્ય સમસ્યાઓ ઉભી થાય છે અને હોસ્પિટલના રિપોર્ટમાં ફૂડ પોઈઝનિંગ કારણ હોવાનું બહાર આવ્યું છે.
ભૌતિક સુવિધાઓની હાલત પણ દયનીય છે — રૂમમાં બેડશીટ નથી, શૌચાલયો ખંડેર હાલતમાં છે, છતમાંથી પાણી પડે છે અને દીકરીઓને પોતાનો સામાન રાખવાની યોગ્ય જગ્યા નથી. વિદ્યાર્થિનીઓએ આક્ષેપ કર્યો કે 9 નવેમ્બરે સમાજ કલ્યાણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની મુલાકાત માત્ર “ફોટોસેશન” પૂરતી જ હતી — વાસ્તવિક પરિસ્થિતિ બતાવવામાં આવી નહોતી.
સમાજ કલ્યાણ વિભાગના અધિકારી ચેતન પવારે જણાવ્યું કે દીકરીઓની રજૂઆત આધારે તપાસ શરૂ કરવામાં આવશે. વોર્ડન અને રસોયા વિરુદ્ધ તપાસ હાથ ધરાશે અને જો આક્ષેપો સાચા સાબિત થશે તો વોર્ડનને બદલી મૂકવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?