ગુજરાત પરના વાવાઝોડાના મહત્વના સમાચાર, હવે થઇ રાહત
કોઇ પણ પ્રકારની અફવા પર ધ્યાન ના આપવા અપીલ કરાઇ

કોઇ પણ પ્રકારની અફવા પર ધ્યાન ના આપવા અપીલ કરાઇ

કોઇ પણ પ્રકારની અફવા પર ધ્યાન ના આપવા અપીલ કરાઇ
અરબી સમુદ્રમાં સર્જાયેલુ સખતી નામના વાવાઝોડાની દિશા ફંટાઇ ગઇ છે. હવામાન નિષ્ણાત વિશાલ પાનસુરીયાએ બેનિફીટ ન્યૂઝને જણાવ્યું છે કે ગુજરાત પરથી આ વાવાઝોડાનું સંકટ ટળ્યું છે અને તે મુંબઇ તરફ જતું રહ્યું છે. છેલ્લા ચાર પાંચ દિવસથી ગુજરાતના દરિયા કિનારે સર્જાયેલા વાવાઝોડાની વ્યાપક ચર્ચાઓ થઇ રહી હતી પણ હવે આ ખતરો ટળી ગયો છે. ગુજરાતના બદલે હવે મુંબઇ થાણે સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઇ છે. ગુજરાતમાં વિવિધ સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ વરસે તેવી શક્યતા વ્યક્ત થઇ રહી છે. વાતાવરણમાં પણ પલટો આવી શકે છે.
વિશાલ પાનસુરીયા હવામાન નિષ્ણાત છે અને હવામાન પર તેઓ હંમેશા નજર રાખતા રહે છે. આજે સવારે વિવિધ મોડલનો તેમણે અભ્યાસ કર્યા બાદ કહ્યું હતું કે ગુજરાત પરથી વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે. તેમણે કહ્યું કે ગુજરાત પર વાવાઝોડાનો કોઇ ખતરો નથી એટલે કોઇ પણ પ્રકારની અફવા પર હવે ધ્યાન આપવું નહીં. લો પ્રેશર વાવાઝોડુ બન્યા વગર જ મુંબઇ નજીક મહારાષ્ટ્ર તરફ જઇ રહ્યું છે જેથી ગુજરાતને રાહત મળી શકે છે પણ મુંબઇ અને મહારાષ્ટ્રમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે. તેમણે મોટુ અપડેટ આપતાં કહ્યું કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતમાં છુટાછવાયા વિસ્તારમાં વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં શક્યતા ખુબ જ ઓછી છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલુ સખતી નામના વાવાઝોડાની દિશા ફંટાઇ ગઇ છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ બેનિફીટ ન્યૂઝને જણાવ્યું છે કે ગુજરાત મહારાષ્ટ્ર પરથી આ વાવાઝોડાનું સંકટ ટળ્યું છે અને તે હવે વરસાદના સ્વરુપમાં મુંબઇ તરફ જતું રહ્યું છે. અરબ સાગરમાં બની રહેલી સિસ્ટમની મુવમેન્ટ થવાનું ચાલુ થયું છે હાલ તે મજબૂત લો પ્રેશર છે આગળ જતા ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે વાવાઝોડાનો ખતરો ટડ્યો તેવું માની શકાય છતાં પણ હજુ મહારાષ્ટ્ર અને ગુજરાતની અંદર સામાન્ય કરતાં વધારે વરસાદ પડવાની સંભાવનાઓ છે ગુજરાતની અંદર અનેક જગ્યાએ ભારે વરસાદ પણ પડશે અને પવન અને ગાજવીજ સાથે વરસાદ પડશે તથા આની સૌથી વધુ અસરથી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળે તેવું પણ એક અનુમાન છે 30 મે સુધી રાજ્યની અંદર વરસાદ ચાલુ રહેશે
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?