દેશની સૌ પ્રથમ આત્મનિર્ભર ગૌશાળા
રાજકોટ નજીકના ખેરડી ગામના સેવાભાવીને એક એવો આઇડિયા સૂઝ્યો કે ગૌસેવા સાથે માનવસેવાનો શરૂ થયો નવો અધ્યાય

અડધી રકમ પગાર પાછળ અને અડધી ગાય પાછળ ખર્ચાય

અડધી રકમ પગાર પાછળ અને અડધી ગાય પાછળ ખર્ચાય
રાજકોટ નજીક આવેલા ખેરડી ગામમાં રહેતા અને શ્રી ગોપાલ ગૌશાળા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવતા 56 વર્ષના રમેશગીરી જગદીશગીરી ગોસાઇને એક વિચાર આવ્યો અને તેઓએ માત્ર 19 વર્ષના સમય દરમિયાન ડાંગ અને આહવા પંથકના 500 બેરોજગાર અને તેમના પરિવારને રોજગારી અપાવી, સાથોસાથ તેમનો જે મૂળ ઉદ્દેશ હતો તે ગૌશાળા પણ ધમધમતી કરી દીધી અને તેમાં 250 ગાયનો એક રૂપિયો ફંડફાળો લીધા વિના નિર્વાહ કરી બતાવ્યો.
રમેશગીરી ગોસાઇએ 2001માં તેના ગામ ખેરડીમાં ગૌશાળા શરૂ કરી. રખડતી ભટકતી 20થી 25 ગાય ગૌશાળામાં રાખી, પરંતુ તેનો નિભાવ કરવાનો ખર્ચ નીકળતો નહોતો આથી તેમને વિચાર આવ્યો કે, ખેરડી ગામના યુવાનોમાંથી જેઓ સ્વેચ્છાએ જોડાવવા માગતાં હોય તેઓની એક બેન્ડ પાર્ટી બનાવવી અને આ બેન્ડ પાર્ટી ગામમાં અથવા તો અન્ય કોઇને ત્યાં લગ્ન સહિતના સારા પ્રસંગો હોય ત્યાં ઢોલ-નગારા વગાડવા જવું,
બેરોજગારોને રોજગારી અને ગૌશાળાનો નિભાવ કેવી રીતે કરો છો?, તે અંગેના સવાલમાં રમેશગીરી કહે છે કે, માત્ર ગુજરાતના જ શહેરો નહીં, પરંતુ મહારાષ્ટ્રમાંથી પણ અમારી બેન્ડ પાર્ટીને લગ્ન સહિતના પ્રસંગમાં ઢોલ-નગારા વગાડવા માટેના ઓર્ડર મળી રહ્યા છે. બેન્ડ પાર્ટીનો ચાર્જ 13 હજાર રૂપિયા રખાયો છે, બેન્ડ પાર્ટીમાં પર ઘોળ કરે, એટલે કે જેટલા પણ રૂપિયા ઉડાડે તે તમામ રકમ ગૌશાળામાં જે ખર્ચ થાય તેની પાછળ વાપરવામાં આવે છે અને બેન્ડ પાર્ટીનો જે ચાર્જ મળે તેના રૂપિયા યુવાનોને પગાર પેટે આપવામાં આવે છે. હાલ 250 ગાય નિભાવવા માટે વર્ષના લગભગ 3.25 કરોડ રૂપિયા ખર્ચાઇ જાય છે, જ્યારે વર્ષના 65 હજાર લેખે 500 યુવાનોનો પગાર પણ 3.25 કરોડ રૂપિયા જેેટલો થઇ જાય છે.
બેન્ડ પાર્ટીનો ચાર્જ અને ઘોળની વર્ષે 6.50 કરોડની આવક, અડધી રકમ પગાર પાછળ અને અડધી ગાય પાછળ ખર્ચાય છે
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.