ગુજરાતમાં વધતો આતંક એક જ દિવસમાં મારામારીની 3 ઘટના
રાજકોટમાં વેપારી વચ્ચે ઝગડો, વડોદરામાં પાન પાર્લર અને GEB કર્મીઓ પર હુમલા

ગુજરાત મારામારી અને હુમલાના કિસ્સા

ગુજરાત મારામારી અને હુમલાના કિસ્સા
ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચર્ચામાં: રાજકોટ અને વડોદરામાં હિંસાની ઘટનાઓ
ગુજરાતના રાજકોટ અને વડોદરા શહેરોમાં છેલ્લા 24 કલાકમાં મારામારી અને હુમલાની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા થયા છે. ત્રણેય ઘટનાઓના CCTV ફૂટેજ અને વીડિયો સામે આવ્યા છે.
1. રાજકોટ: અયોધ્યા ચોકમાં વેપારીનો હુમલો :
રાજકોટના અયોધ્યા ચોક વિસ્તારમાં રેતી-કપચીના વેપારમાં થયેલા મનદુઃખને લઈને મારામારીનો એક વીડિયો સામે આવ્યો છે. આ હુમલામાં મયુર બારોટ અને તેની સાથેના અન્ય અજાણ્યા શખ્સોએ ધોકા અને પાઇપનો ઉપયોગ કરીને એક યુવાન પર હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે પોલીસે વીડિયોના આધારે તપાસ શરૂ કરી છે.
2. વડોદરા: ઉધાર સિગારેટ ન મળતાં પાન પાર્લર પર હુમલો :
વડોદરા નજીક વાઘોડિયાના લીમડા ગામ પાસે આવેલા શંકર કોમ્પ્લેક્ષમાં ડીલક્સ પાન હાઉસ પર અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો. દુકાનદાર ભૌમિકે ઉધાર સિગારેટ આપવાની ના પાડતા 8-9 જેટલા શખ્સોની ગેંગે પાન પાર્લર પર લાકડીઓ વડે તોડફોડ કરી અને દુકાનદારને માર માર્યો હતો. આ હુમલામાં ભૌમિકને માથા અને હાથમાં ગંભીર ઇજાઓ પહોંચતા તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં હુમલાખોરો ખાનગી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હોવાનું જાણવા મળ્યું છે. પાન પાર્લરના માલિકના પરિવારની ફરિયાદના આધારે વાઘોડિયા પોલીસે તપાસ શરૂ કરી છે.
3. વડોદરા: GEB કર્મીઓ પર હુમલો અને ઓફિસમાં તોડફોડ :
વડોદરાના પૂર્વ વિસ્તારમાં MGVCL (GEB) ના કર્મચારીઓ પર સ્થાનિકોએ હુમલો કર્યો હોવાની અને ઓફિસમાં તોડફોડ કરી હોવાની ઘટના સામે આવી છે. કેટલાક વિસ્તારોમાં લગભગ બે કલાક સુધી વીજળી બંધ રહેતા સ્થાનિક રહીશોનો રોષ ફાટી નીકળ્યો હતો. ગુસ્સે ભરાયેલા રહીશોએ પહેલા વીજ કંપનીના કર્મચારીઓ પર હુમલો કર્યો અને બાદમાં MGVCLની ઓફિસ પર પહોંચી તોડફોડ કરી હતી. આ દરમિયાન ઓફિસની બારીના કાચ તોડી નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. સમગ્ર મામલે MGVCL દ્વારા બાપોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?