કંડકટરની ભરતીના સર્ટિફિકેટ માટે પડાપડી
ફર્સ્ટ એઇડ સર્ટિફિકેટ ફરજિયાત હોવાથી યુવાનોમાં દોડધામ, લેવો પડ્યો પોલીસનો સહારો

કંડકટરની ભરતીના સર્ટિફિકેટ માટે પડાપડી

કંડકટરની ભરતીના સર્ટિફિકેટ માટે પડાપડી
Surendranagar ST Conductor Recruitment Rush: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા આગામી સમયમાં યોજાનારી કંડક્ટરની મોટા પાયે ભરતીને પગલે સુરેન્દ્રનગરમાં ઉમેદવારો વચ્ચે ભારે દોડધામ મચી ગઈ છે. કંડક્ટરની નોકરી માટે અનિવાર્ય ગણાતું 'ફર્સ્ટ એઇડ સર્ટિફિકેટ' મેળવવા માટે જિલ્લાના એકમાત્ર માન્ય રેડક્રોસ ટ્રેનિંગ સેન્ટર પર યુવાનોની ભારે ભીડ ઉમટી પડી છે. છેલ્લી ઘડીએ થયેલા આ અણધાર્યા ધસારાને કારણે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે આખરે પોલીસ પ્રશાસનની મદદ લેવાની ફરજ પડી છે.
વર્ષ 2012થી કાર્યરત એકમાત્ર કેન્દ્ર
સરકારી નિયમો અનુસાર, એસ.ટી. કંડક્ટર બનવા માટે ફક્ત 'ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી' દ્વારા આપવામાં આવતું ફર્સ્ટ એઇડ સર્ટિફિકેટ જ માન્ય ગણાય છે. સુરેન્દ્રનગરમાં વર્ષ 2012થી કાર્યરત આ એકમાત્ર એવું કેન્દ્ર છે જ્યાં આ પ્રકારની અધિકૃત તાલીમ આપવામાં આવે છે. GSRTC દ્વારા હાલમાં કંડક્ટર, ડ્રાઇવર અને હેલ્પર સહિત કુલ 9,092 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં કંડક્ટરની જ માત્ર 4,485 જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. ધોરણ-12 પાસ યુવાનોમાં આ સરકારી નોકરી મેળવવાનો ભારે ક્રેઝ હોવાથી મોટી સંખ્યામાં ઉમેદવારો પ્રમાણપત્ર મેળવવા રાત-દિવસ એક કરી રહ્યા છે.
સેન્ટર પર ક્ષમતા કરતાં વધુ ઉમેદવારો એકઠા થઈ ગયા
ભરતીની સત્તાવાર જાહેરાત થતાં જ સેન્ટર પર ક્ષમતા કરતાં વધુ ઉમેદવારો એકઠા થઈ ગયા હતા. પરિસ્થિતિ વણસે નહીં તે માટે સેન્ટરના વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવાયા હતા. ફર્સ્ટ એઇડ ટ્રેનિંગ પ્રોજેક્ટના મુખ્ય પ્રોજેક્ટ ચેરમેન પૂર્ણાંક શાહે જણાવ્યું હતું કે, ભીડને નિયંત્રિત કરવા અને શિસ્ત જાળવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તંત્ર દ્વારા નિયમોને આધીન રહીને વધુમાં વધુ ઉમેદવારોનો સમાવેશ થાય તેવા પૂરતા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
દૈનિક 6 બેચ ચલાવવામાં આવી રહી છે
હાલમાં આ કેન્દ્ર પર ખૂબ જ સરસ અને શિસ્તબદ્ધ રીતે 8 દિવસના બેચવાઇઝ ક્લાસીસ શરૂ કરી દેવામાં આવ્યા છે. પૂર્ણાંક શાહના જણાવ્યા મુજબ, સેન્ટર પર હાલમાં દૈનિક 6 બેચ ચલાવવામાં આવી રહી છે અને સોશિયલ ડિસ્ટન્સિંગ તથા નિયમોના પાલન સાથે દરેક બેચમાં 30 વિદ્યાર્થીઓને ટ્રેનિંગ અપાઈ રહી છે. આમ, રોજ ના કુલ 180 જેટલા ઉમેદવારો અહીં પ્રાથમિક સારવારની સઘન તાલીમ મેળવી રહ્યા છે. છેલ્લી ઘડીની વહીવટી અડચણોથી બચવા માટે જાગૃત ઉમેદવારો વહેલી તકે પોતાના ફોર્મ કન્ફર્મ કરાવી ટ્રેનિંગ પૂર્ણ કરવા મથામણ કરી રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

14.9%થી 13.3%... ગુજરાતના શિક્ષણ બજેટમાં આખરે શું બદલાયું?

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?