સુરત વિવિંગ ઉદ્યોગમાં હવે માત્ર 12 કલાક શિફ્ટ
પશ્ચિમ એશિયામાં યુદ્ધ અને કાપડની ઘટતી માંગને કારણે પ્રોડક્શનમાં કાપ; શનિ-રવિ રજાનો નિર્ણય

વીવિંગ ઉદ્યોગ પર ઘેરાયુ યુદ્ધનું સંકટ

વીવિંગ ઉદ્યોગ પર ઘેરાયુ યુદ્ધનું સંકટ
ભારતનું 'સિલ્ક સિટી' ગણાતું સુરત હાલમાં ટેક્સટાઇલ ક્ષેત્રે મોટા પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભયાનક યુદ્ધની સ્થિતિ, કાપડની નબળી માંગ અને ઉત્પાદન ખર્ચમાં થયેલા ધરખમ વધારાને પગલે સુરતના વીવિંગ ઉદ્યોગકારોએ એક ઐતિહાસિક અને કડવો નિર્ણય લેવાની ફરજ પડી છે. હવે સુરતના ટેક્સટાઇલ યુનિટ્સ 24 કલાકને બદલે માત્ર 12 કલાકની એક જ શિફ્ટમાં ચાલશે. આ નિર્ણય ઉદ્યોગને આર્થિક કટોકટીમાંથી ઉગારવા માટે લેવામાં આવ્યો છે.
સર્વાનુમતે લેવાયેલ પ્રોડક્શન કાપનો નિર્ણયસુરતના વિવિધ વીવર્સ એસોસિએશનો અને ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ વેલ્ફેર એસોસિએશન (FOGWA) ની તાજેતરમાં મળેલી મહત્વની બેઠકમાં આ ગંભીર નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં હાજર રહેલા ઉદ્યોગ અગ્રણીઓએ સ્વીકાર્યું હતું કે, હાલમાં બજારમાં કાપડનો મોટો ભરાવો (Inventory Pile-up) થઈ ગયો છે, જ્યારે તેની સામે માંગમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ઉત્પાદન અને માંગ વચ્ચે સંતુલન જાળવી રાખવા માટે 50% પ્રોડક્શન કાપ અનિવાર્ય બન્યો છે.
આ નિર્ણય સુરતના મહત્વના વીવિંગ હબ ગણાતા વિસ્તારો જેવા કે લસકાણા, કીમ-પીપોદરા, બમરોલી, પાંડેસરા અને સચિન જીઆઈડીસી ના તમામ એકમોને લાગુ પડશે.
યુદ્ધ અને મોંઘવારીનો ડબલ મારવીવિંગ ઉદ્યોગ પર હાલમાં બેવડો માર પડી રહ્યો છે. એકતરફ પશ્ચિમ એશિયામાં (મિડલ ઈસ્ટ) યુદ્ધની સ્થિતિને કારણે એક્સપોર્ટ માર્કેટ પર માઠી અસર પડી છે, તો બીજી તરફ કાચા માલ (યાર્ન) ના ભાવ અને મજૂરી ખર્ચમાં વધારો થતા નફાનું માર્જિન સાવ ઘટી ગયું છે. ઉદ્યોગકારોનું માનવું છે કે જો અત્યારે ઉત્પાદન પર અંકુશ નહીં લગાવાય, તો આગામી સમયમાં પેમેન્ટની કટોકટી સર્જાઈ શકે છે અને નાના વીવર્સ દેવા હેઠળ દબાઈ શકે છે.
શ્રમિકોની રોજગારી અને શિફ્ટનું આયોજનઆ નિર્ણયની સૌથી મોટી ચિંતા સુરતના લાખો પરપ્રાંતિય શ્રમિકોની રોજગારી પર હતી. જોકે, એસોસિએશને સ્પષ્ટતા કરી છે કે ઉત્પાદનમાં ઘટાડો કરવા છતાં શ્રમિકોની રોજગારીને કોઈ આંચ નહીં આવે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.
વીકલી હોલિડે: ઉદ્યોગકારોએ હવેથી શનિવાર અને રવિવાર એમ બે દિવસની રજા રાખવાનો પણ નિર્ણય કર્યો છે.
સ્વૈચ્છિક અમલ: આ નિર્ણય કોઈના પર જોર-જબરદસ્તીથી લાદવામાં આવ્યો નથી. જો કોઈ એકમ માલિક પોતાનું કારખાનું 24 કલાક ચલાવવા માંગતા હોય, તો તેઓ ચલાવી શકે છે. એસોસિએશન માત્ર નુકસાન ઘટાડવા માટે એક સલાહકારી માળખું પૂરું પાડી રહ્યું છે.
શ્રમિકોનું હિત: 24 કલાક ચાલતા એકમોમાં શિફ્ટ એવી રીતે ગોઠવવામાં આવશે કે શ્રમિકોને કામ મળી રહે અને તેમની આર્થિક સ્થિતિ પર મોટી અસર ન પડે.
આ અભૂતપૂર્વ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય બજારમાં માલનો ભરાવો અટકાવવાનો છે. જ્યારે ઉત્પાદન વધુ હોય અને વેચાણ ઓછું, ત્યારે માલના ભાવ ઘટી જાય છે, જેના કારણે ઉત્પાદકોને મોટું નુકસાન સહન કરવું પડે છે. 12 કલાકની શિફ્ટ અને બે દિવસની રજાથી બજારમાં સ્ટોક ક્લિયર થશે અને જ્યારે ફરી માંગ નીકળશે ત્યારે ઉદ્યોગને યોગ્ય ભાવ મળી શકશે.
સુરતનો આ નિર્ણય દેશના અન્ય ટેક્સટાઇલ કેન્દ્રો માટે પણ એક સૂચક સંકેત છે. ટેક્સટાઇલ ઉદ્યોગના નિષ્ણાતો માને છે કે આ શિસ્તબદ્ધ પગલાથી સુરતના વીવર્સ આર્થિક પતનમાંથી બચી શકશે અને દિવાળી પછીની નવી સીઝન માટે પોતાની ક્ષમતા બચાવી શકશે. હાલમાં સુરતના હજારો ખાતાઓમાં મશીનોનો અવાજ અડધો થઈ ગયો છે, પરંતુ આ 'થોભો અને રાહ જુઓ' ની નીતિ ભવિષ્યમાં ઉદ્યોગને ફરી બેઠો કરવામાં મદદરૂપ થશે તેવી આશા સેવાય રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.