સુરત: 15માં માળેથી કિશોરીનો આપઘાતનો પ્રયાસ
માતાના શબ્દોથી દુઃખી 17 વર્ષની કિશોરીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો, ફાયર ટીમે બચાવી

કિશોરી બચાવ કામગીરી

કિશોરી બચાવ કામગીરી
હાઈરાઈઝ બિલ્ડિંગ પર થ્રિલર: 17 વર્ષીય કિશોરીનો જીવ બચાવ્યો
શનિવારની સવારે સુરતના અલથાણ વિસ્તારમાં આવેલ સ્વિમ પેલેસ બિલ્ડિંગનો માહોલ કોઈ રોમાંચક ફિલ્મથી ઓછો નહોતો. બિલ્ડિંગના ૧૫મા માળની પાળી પર એક ૧૭ વર્ષની કિશોરી ઊભી હતી અને આપઘાત કરવાની ધમકી આપી રહી હતી. નીચે સેંકડો લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા, જેઓ આ વાસ્તવિકતામાં મોત સામેની લડાઈના સાક્ષી બન્યા હતા
માતાના કઠોર શબ્દો અને આત્મહત્યાનો પ્રયાસ :
મૂળ અયોધ્યાની આ કિશોરી, જે સુરતમાં એક ડોક્ટરના ઘરે ઘરકામ કરતી હતી, તેણે આ પગલું ભર્યું તેનું કારણ પારિવારિક ઝઘડો હતો. કિશોરીની સગી માતાએ ફોન પર ઝઘડા દરમિયાન તેને તું મરી જા એમ કહી દેતા, માતાના કઠોર શબ્દોથી દુઃખી થઈને દીકરી બિલ્ડિંગની છત પર પહોંચી ગઈ હતી.
લોકોની વિનંતી અને લગ્નની જવાબદારીનું વચન :
કિશોરીને પાછી વાળવા માટે બિલ્ડીંગના રહેવાસી વડીલોએ ખૂબ પ્રયત્ન કર્યા. તેઓએ હાથ જોડીને વિનંતી કરી અને તેને નીચે ઉતરવા માટે મનાવી. એક વડીલે તેને ડાહી દીકરી કહીને આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો. જ્યારે તેના મકાનમાલિકે તેને પરત વાળવા માટે એક મોટું વચન આપ્યું. તેમણે કહ્યું કે જો તે નીચે આવશે, તો તેના લગ્નની સંપૂર્ણ જવાબદારી તેઓ લેશે અને ધામધૂમથી તેના લગ્ન કરાવશે
ફાયર જવાનોની સમયસૂચકતા :
વેસુ ફાયર સ્ટેશનની ટીમ હાઈડ્રોલિક લિફ્ટ સાથે ઘટનાસ્થળે પહોંચી ત્યારે કિશોરી વધુ ઉશ્કેરાઈ હતી અને નજીક આવનારને કૂદી જવાની ધમકી આપતી હતી. ફાયર ઓફિસર કીર્તિ મોડ અને તેમની ટીમે સમજદારીપૂર્વક કામ લીધું. એક તરફ વાતચીતમાં તેને વ્યસ્ત રાખી અને બીજી તરફ હાઈડ્રોલિકના ઓપરેટરે તરાપ મારીને કિશોરીને પાછળથી પકડી લીધી
સવારે 9 વાગ્યાથી 10 વાગ્યા સુધી ચાલેલા આ બચાવ અભિયાનમાં નેટ, હાઈડ્રોલિક મશીન અને જમ્પિંગ ક્રૂઝરની સાથે લોકોની ધીરજ અને ફાયર બ્રિગેડના જવાનોની હિંમતે જીવ બચાવ્યો હતો. કિશોરીને સુરક્ષિત નીચે ઉતાર્યા બાદ તેને યોગ્ય આશ્વાસન આપવામાં આવ્યું હતું. આસપાસની કન્સ્ટ્રક્શન સાઈટ પરથી પણ લોકો સેફ્ટી નેટ લઈને મદદ માટે દોડી આવ્યા હતા
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?