સુરત : SVNIT હોસ્ટેલમાં વિદ્યાર્થીની આત્મહત્યા
સુરતની SVNIT કોલેજ હોસ્ટેલમાં બીજા માળેથી પડતા મૂકીને 20 વર્ષીય વિદ્યાર્થીનું મોત

SVNIT કોલેજ વિદ્યાર્થી આત્મહત્યા

SVNIT કોલેજ વિદ્યાર્થી આત્મહત્યા
રાજ્યમાં આત્મહત્યાના બનાવો સતત ચિંતાજનક રીતે વધી રહ્યા છે. આવી સ્થિતિમાં સુરતની પ્રતિષ્ઠિત SVNIT કોલેજમાંથી વધુ એક દુખદ ઘટના સામે આવી છે. SVNIT કોલેજની હોસ્ટેલમાં રહેતા એક 20 વર્ષીય વિદ્યાર્થીએ બીજા માળેથી પડતું મૂકીને આત્મહત્યા કરતા સમગ્ર કેમ્પસમાં શોકનો માહોલ સર્જાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મોડી રાત્રે વિદ્યાર્થીએ હોસ્ટેલના બીજા માળેથી પડતું મૂક્યું હતું. આ ઘટનાનો અવાજ સંભળાતા જ વોચમેન અને અન્ય વિદ્યાર્થીઓ દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
ઘટના સુરત શહેરના ઉમરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલી SVNIT કોલેજના કેમ્પસમાં બની હતી. આપઘાત કરનાર વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતો 20 વર્ષીય અદ્યવેત નાયર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાથી વિદ્યાર્થીઓમાં ભય અને અસંતોષ જોવા મળ્યો હતો અને કેટલાક વિદ્યાર્થીઓએ હોબાળો પણ કર્યો હતો.
ઉમરા પોલીસે આ મામલે આત્મહત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. સાથે જ, વિદ્યાર્થીએ આત્મહત્યા કેમ કરી તે અંગેની માહિતી મેળવવા પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?