Surat માં "દાદાનું બુલડોઝર" ફરી વળ્યું, 36,000 ચો.મી. સરકારી જમીન ગેરકાયદે દબાણમુક્ત કરાઈ!
દિનેશ પટેલ નામના ઈસમે બનાવેલી ત્રણ માળની ગેરકાયદે બિલ્ડીંગ સહિત 100 થી વધુ ઝૂંપડાઓ પર બુલડોઝર ફેરવી દેવાયું...

સરકારી જમીન હડપનારાઓ સાવધા...

સરકારી જમીન હડપનારાઓ સાવધા...
સુરત શહેરના ઉધના વિસ્તારમાં આજે ઉધના મામલતદાર દ્વારા મેગા ડિમોલેશન ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી, જેમાં લિંબાયત-ડુંભાલ વિસ્તારમાં આવેલી સરકારી મિલકત પરના 36 હજાર ચોરસ મીટરના ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં પોલીસ કાફલાને સાથે રાખીને ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ડિમોલેશન કરવામાં આવ્યું હતું, જેણે ગેરકાયદે દબાણકારોમાં ફફડાટ વ્યાપી દીધો છે.
દિનેશ પટેલની ગેરકાયદે બિલ્ડીંગ ધરાશાયી...
પ્રાપ્ત માહિતી અનુસાર, સરકારી મિલકત પર દિનેશ પટેલ નામના ઈસમ દ્વારા એક વિશાળ ત્રણ માળની ગેરકાયદેસર બિલ્ડીંગ બનાવી દેવામાં આવી હતી, જેના દ્વારા તે મોટા પાયે ભાડું કમાતો હતો. ઉધના મામલતદારની ટીમે આ ગેરકાયદેસર બિલ્ડીંગ પર "દાદાનું બુલડોઝર" ફેરવી તેને ધરાશાયી કરી દીધી હતી. આ કાર્યવાહી દબાણકારો સામે તંત્રની કડક નીતિ દર્શાવે છે.
ઝૂંપડા અને અન્ય દબાણો પણ દૂર કરાયા...
ત્રણ માળની બિલ્ડીંગ ઉપરાંત, આ સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ઉભા કરવામાં આવેલા 100 થી વધુ ઝૂંપડાઓ અને અન્ય નાના-મોટા દબાણોને પણ દૂર કરવામાં આવ્યા હતા. આ મેગા ડિમોલેશનથી કરોડો રૂપિયાની સરકારી જમીન ખુલ્લી થઈ છે.
ઉધના મામલતદારનો સ્પષ્ટ સંદેશ...
ઉધના મામલતદાર એ.આર. નાયકે જણાવ્યું હતું કે, સરકારી જમીન પર કોઈપણ પ્રકારનું દબાણ ચલાવી લેવામાં આવશે નહીં અને ભવિષ્યમાં પણ આવા ગેરકાયદે દબાણો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે. આ ઘટનાએ શહેરમાં ગેરકાયદેસર દબાણ કરનારાઓ માટે લાલબત્તી સમાન છે અને તંત્રનો સ્પષ્ટ સંદેશ છે કે સરકારી જમીન કોઈની બાપદાદાની નથી. શું આ કાર્યવાહીથી સુરતમાં ગેરકાયદે દબાણો પર સંપૂર્ણપણે લગામ કસી શકાશે?
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.

વિજયાદશમીના પર્વે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું. હથિયારો, પેટ્રોલિંગ વાહનો, અશ્વ અને ડોગ સ્ક્વોડની પૂજા સાથે પોલીસ જવાનોએ નાગરિકોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!