સુરતમાં હાઇપ્રોફાઇલ દારૂ પાર્ટી પર પોલીસનો દરોડો
રાજહંસ બેલિઝાના ફ્લેટમાંથી 6 કાપડ વેપારી ઝડપાયા

સુરતમાં હાઇપ્રોફાઇલ દારૂ પાર્ટી પર પોલીસનો દરોડો

સુરતમાં હાઇપ્રોફાઇલ દારૂ પાર્ટી પર પોલીસનો દરોડો
Surat Liquor Party: સુરતમાં દારૂની મહેફિલ પર પોલીસની કાર્યવાહીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ડુમસ રોડના સાયલન્ટ ઝોન વિસ્તારમાં આવેલી જાણીતી રાજહંસ બેલિઝા સોસાયટીમાં મોડી રાત્રે ચાલી રહેલી હાઇપ્રોફાઇલ દારૂ પાર્ટી પર ડુમસ પોલીસે દરોડો પાડ્યો હતો. ટાવર-Bના ફ્લેટ નંબર 1317માં કોઈપણ પ્રકારની પરમિટ વિના વિદેશી દારૂની પાર્ટી ચાલી રહી હોવાની માહિતીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. દરોડા દરમિયાન ફ્લેટમાંથી 6 કાપડ વેપારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.
કબાટમાંથી વિદેશી દારૂની 14 બોટલ મળી
પોલીસે ફ્લેટની તલાશી લેતા જમણી બાજુના રૂમમાં આવેલા કબાટમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ₹1,07,180ની કિંમતની વિદેશી દારૂની 14 ભરેલી બોટલો અને 2 ખાલી બોટલો કબજે કરી છે. પ્રાથમિક તપાસમાં આરોપીઓ દારૂ મેળવી પોતાના વાહનો મારફતે ફ્લેટ સુધી પહોંચ્યા હોવાની માહિતી સામે આવી છે.
ફ્લેટ માલિક સહિત 6 કાપડ વેપારી પોલીસના હાથે
પોલીસે ફ્લેટના માલિક અનુપ પુરુષોત્તમભાઈ પાંપાળીયા સહિત કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓમાં અનુપ પાંપાળીયા, ગોપાલ ઓમપ્રકાશ રાઠી, ધીરજ જગદીશભાઈ પાંપાળીયા, આનંદ ભાગીરથ પાંપાળીયા, મુદસીર નાઝીર માંકડા અને ગગન સંતોષકુમાર ચાંડકનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા મુજબ, તમામ આરોપીઓ કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ સુરતના ઘોડદોડ રોડ, ભટાર, ઉમરા, અડાજણ પાટીયા અને ચોર્યાસી સહિતના વિસ્તારોમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે.
દારૂ સાથે 8 મોબાઈલ અને કાર પણ જપ્ત
ડુમસ પોલીસની કાર્યવાહી દરમિયાન દારૂ ઉપરાંત આરોપીઓ પાસેથી 8 મોબાઈલ ફોન અને એક કાર પણ કબજે કરવામાં આવી છે. મોબાઈલ ફોનની અંદાજિત કિંમત ₹4 લાખ, જ્યારે કારની કિંમત ₹5 લાખ હોવાનું જણાવાયું છે. દારૂ, મોબાઈલ અને કાર સહિત પોલીસે કુલ ₹10,07,180નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો
રાજહંસ બેલિઝા જેવા પોશ વિસ્તારમાં દારૂની પાર્ટી ઝડપાતા સુરતમાં ફરી એકવાર ચકચાર મચી છે. ડુમસ પોલીસે તમામ 6 આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ દ્વારા દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને પાર્ટીના આયોજન પાછળ અન્ય કોઈ વ્યક્તિની ભૂમિકા હતી કે કેમ તે અંગે પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ

ગુજરાતમાં દાળ-તેલના ભાવનો ડબલ ઝટકો! તુવેરદાળ ₹190ને પાર અને સિંગતેલમાં માત્ર 3 દિવસમાં ₹75નો વધારો! પણ તુવેરનું વાવેતર વધ્યું હોવા છતાં દાળ મોંઘી કેમ થઈ રહી છે?