સુરતમાં મોડલ અંજલિ વરમોરાના આપઘાત કેસમાં ખુલાસો, પોલીસ દ્વારા નોંધાઈ ફરિયાદ
સુરતની મોડલ અંજલિ વરમોરાએ પ્રેમી ચિંતનના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાનું ખુલ્યું

અંજલિ વરમોરા

અંજલિ વરમોરા
સુરતની મોડેલ અંજલિ વરમોરાના આપઘાતની પાછળનું રહસ્ય હવે ઉકેલાઈ ચૂક્યું છે. માત્ર 23 વર્ષની ઉંમરે જીવન ટૂંકાવનાર અંજલિએ 8 જૂનના રોજ પોતાના ઘરે દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. શરૂઆતમાં અંજલિના મોતને લઈને અનેક સવાલો ઊભા થયા હતા, પરંતુ હવે તપાસમાં મોટો ખુલાસો થયો છે કે, આ આપઘાત પાછળ તેના પ્રેમી ચિંતન અગ્રાવતનો ત્રાસ કારણભૂત રહ્યો હતો.
પોલીસે મળેલી ફરિયાદના આધારે ચિંતન સામે આત્મહત્યાની દુષ્પેરણાનો ગુનો નોંધ્યો છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે, ચિંતન અને અંજલિ વચ્ચે પ્રેમ સંબંધ હતા. ચિંતનએ લગ્નના ખોટા વાયદા કર્યા હતા અને સંબંધ તૂટી જતાં અંજલિને જાતિ વિષયક અપમાનજનક શબ્દો કહ્યા, જેના કારણે મોડેલ દુ:ખી રહી અને અંતે જીવ ટૂંકાવી દીધો.
અંજલિના કોલ રેકોર્ડમાંથી મળેલી માહિતી મુજબ, આપઘાત કરતા પહેલાંના અઢી કલાકમાં તેણે 23 કોલ્સ કર્યા હતા, જેમાંથી 12 કોલ ચિંતનને થયા હતા અને બંને વચ્ચે 16 મિનિટ વાતચીત થઈ હતી. આથી સ્પષ્ટ થાય છે કે, આપઘાત પહેલાં પણ બંને વચ્ચે સંપર્ક રહ્યો હતો.
અંજલિ વરમોરા સુરત અને અમદાવાદમાં મોડેલિંગના અલગ-અલગ પ્રોજેક્ટ પર કાર્યરત હતી અને તેના પરિવારનો તેને પૂરતો સહયોગ હતો. પરંતુ પ્રેમમાં મળેલા અવાજ અને અપમાનના ઘા એને સહન ન થયા. હવે પોલીસ ચિંતનના વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી ચૂકી છે અને વધુ પુરાવાઓ એકત્રિત કરી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!