Surat: ખાડીપૂર સમસ્યા નિવારવા કેન્દ્રીય મંત્રીની અધ્યક્ષતામાં બેઠક!
કમિટી કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોના નિષ્ણાતો અને ટેકનિકલ ટીમોના સહયોગથી કામ કરવામાં આવશે.

સૌથી મહત્વપૂર્ણ નિર્ણયમાં એક હાઈ પાવર કમિટીની રચના કરવાનો નિર્ણય કર્યો હતો

સૌથી મહત્વપૂર્ણ નિર્ણયમાં એક હાઈ પાવર કમિટીની રચના કરવાનો નિર્ણય કર્યો હતો
સુરત શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં ખાડી પૂરની વર્ષો જૂની સમસ્યાના ઉકેલ માટે એક મહત્વપૂર્ણ પગલાં ભરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલની સૂચનાથી એક હાઈ પાવર કમિટીની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યું છે. કમિટી કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોના નિષ્ણાતો અને ટેકનિકલ ટીમોના સહયોગથી કામ કરવામાં આવશે. તાજેતરમાં 23 જૂને 13 ઈંચ વરસાદ ખબક્યો હતો. અને 24 જૂને સીમાડા-મીઠીખાડીમાં આવેલા પૂર બાદ તાત્કાલિક ઉકેલની માંગ ઉઠી હતી. છેલ્લા 7 વર્ષથી ખાડીપૂરને કારણે લાખો લોકોને હાલાકી ભોગવી પડી રહી છે. છેલ્લા બે વર્ષમાં ખાડીપૂરમાં 6 લોકોના મોત થયા હતા. આ ગંભીર મુદ્દાના કારણે સુરતના સર્કિટ હોઉસ ખાતે કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ, ગૃહ મંત્રી હર્ષ સંઘવી, પાણી પુરવઠા મંત્રી મુકેશ પટેલ અને આદિજાતિના રાજ્યમંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાવામાં આવી હતી.
બેઠકમાં થયેલ મુખ્ય ચર્ચા અને નિર્ણયો :
બેઠકમાં અધિકારીઓ દ્વારા તમામ ખડીઓની ભૌગોલિક સ્થિતિનું મેપ દ્વારા વિસ્તૃત પ્રેઝન્ટેશન મંત્રીઓને આપવામાં આવ્યું હતુ. ભારે વરસાદ આવતા રસ્તાઓમાં પર પાણી અને ખડીપૂરના વિસ્તારો પર કાયમી નિરાકરણ વિશે ગહન ચર્ચા કરવામાં આવી હતી. ખાડી ડાયવર્ઝન અને ડ્રેજિંગ જેવા મુદ્દાઓ પર ભાર મૂકીને ચર્ચા કરવામાં આવી હતી. સૌથી મહત્વપૂર્ણ નિર્ણયમાં એક હાઈ પાવર કમિટીની રચના કરવાનો નિર્ણય કર્યો હતો. કમિટીમાં કેન્દ્ર સરકારના એક અને રાજ્ય સરકારના ત્રણ મંત્રીઓ સાથે પાલિકા, કલેકટર, સિંચાઇ, વન વિભાગ સહિતના તમામ સંબંધિત વિભાગોના અધિકારીઓનો સમાવેશ થશે.
ખાદીપૂરના નિરાકરણ માટે જો ખેડૂતોની જમીન સંપાદનની જરૂર પડશે તે અંગે ધ્યાન રખાશે:
શહેરના અને જિલ્લાના રાજ્યના અને દિલ્હીની ટેકનિકલ ટીમો અને વિભાગો દ્વારા સાથે મળીને કામ કરશે. પાણીના પ્રવાહમાં અવરોધોને પણ દૂર કરવામાં આવશે. સિમેન્ટ પાઈપ નાખવાને કારણે પાણી વહન શક્તિ પણ ઓછી થતી હોવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ખાડીપૂરના નિરાકરણ માટે જો ખેડૂતોની જમીન સંપાદનની જરૂર પડશે તે અંગે પણ ધ્યાન રાખવામાં આવશે.
સિમેન્ટના પાઇપ નાખવાના કારણે પણ પાણીની વહન શક્તિ ઓછી થઈ:
કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે નક્કી કર્યું છે, કે વિભાગના લોકો સાથે સંકલન સાધીને સમસ્યાનું નિરાકરણ લાવવા નિર્ણય લીધો છે. તમામ મુદ્દામાં ખાડીપુરનો મુદ્દો સૌથી મહત્વનો રહ્યો છે. પાણીના સામાન્ય પ્રવાહને અવરોધ ઊભો થયો છે. સમસ્યાને સરળ રીતે ઉકેલ લાવવા માટેનો પ્રયાસ કરવામાં આવશે.સિમેન્ટના પાઈપ નાખવાના કારણે પાણીના પ્રવાહ ઓછો થઈ ગયો છે.
કલેક્ટરના અધ્યક્ષસ્થાને હાઈપાવર કમિટીની રચના થશે:
સુરત શહેરને ઘમરોળતી ખાડીપૂરની સમસ્યાને નિરાકરણ માટે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને એક હાઈપાવર કમિટીની રચના કરવાનો નિર્ણય કર્યો છે. કમિટી દ્વારા લાંબાગાળાનું અને ટુંકાગાળાનું આયોજનનું અમલીકારણ માટે કાર્ય કરશે.
ખાડીના પાણીના સ્ત્રોત અને અવરોધો:
બારડોલી તાલુકાના હરિપુરા ખાતેથી ઉદ્દભવતી ભામૈયા કડોદરા ખાડી અને શાામપુરા ખાતેથી ઉદ્દભવતી દેલાડ જોખા કોસમાડી ખાડીના પાણી સુરત શહેરમાં આવે છે. આ ખાડીઓની ક્ષમતા ઓછી થવા,ડ્રેનેજની જગ્યામાં બાંધકામ થવા,સોસાયટીઓની કમ્પાઉન્ડ વોલ કે પાણીના વહેણ અવરોધવાના કારણે પાણીનો ભરાવો થાય છે.
નિરાકરણના ઉપાયો:
આ ખાડીઓના પાણી ડાયવર્ટ કરી તાપીમાં લઈ જવા ઉપરાંત ખાડીઓના પટ વિસ્તારમાં આવતા તળાવો ઉંડા કરવા સહિતની બાબતોને ધ્યાને લઈને સર્વે અને આયોજન અંગે ચર્ચા કરાઈ હતી.
આજુ બાજુના બાંધકામો અને દબાણો દૂર કરવા :
કેન્દ્રીય મંત્રી જ્યારે ખાડીની પહોળાઈ ઓછી થઈ તેનો સર્વે કરી સિંચાઈ અને ડ્રેનેજ વિભાગ, મીઠી ખાડી અને કાંકરા ખાડીનું ડિસિલ્ટિંગ કરવા જણાવ્યું હતું. ખાડીને અડીને આવેલા હયાત બાંધકામોનો સર્વે કરાવી વરસાદી પાણીના નિકાલ માટે નડતર રૂપ બાંધકામોને મહાનગર પાલિકા દ્વારા દૂર કરવા સૂચન આપવામાં આવ્યું છે.
સુરતમાં ખાડીના પાણી ભરાવાના મુખ્ય કારણો:
સિલ્ટિંગ: ખાડીઓમાં સિલ્ટિંગ (કાદવ-કચરો જમા થવો) થવાને કારણે તેમની વહનક્ષમતા ઓછી થાય છે.
અવરોધક બાંધકામો: ખાડીની આજુબાજુ બાંધકામ થવાથી વહેણ સાંકડું થાય છે.
દબાણ: ખાડીના ડ્રેન અને સબ-ડ્રેનમાં દબાણ થવું.
કચરાનો નિકાલ: ખાડીમાં કચરાનો નિકાલ કરવાથી પાણીનો પ્રવાહ અવરોધાય છે.
પ્રવાહનું ડાયવર્ઝન: ખાડીના કુદરતી વહેણને ડાયવર્ટ કરવાથી આજુબાજુના વિસ્તારમાં પાણીનો ભરાવો થાય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!