સુરત: BRTS-કોર્પોરેટરની કાર અકસ્માત બાદ સમાધાન
અકસ્માતગ્રસ્ત કાર પાલિકાના એક મહિલા કોર્પોરેટરની હતી

અકસ્માતગ્રસ્ત કાર

અકસ્માતગ્રસ્ત કાર
સુરત શહેરના અમરોલી અને કતારગામ જોડતા તાપી બ્રિજ પર એક અનોખો અકસ્માત ચર્ચાનો વિષય બન્યો છે. સામાન્ય રીતે જ્યારે અકસ્માત થાય ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોચીને તપાસ શરૂ કરે ત્યાર બાદ પોલીસ ફરિયાદ નોધતી હોય છે. પરંતુ આ કિસ્સામાં કઈ અલગ જ બન્યું છે. પાલિકાની BRTS બસ અને એક સીફટ કાર વચ્ચે થયેલા અકસ્માત બાદ રહસ્યમય રીતે સમાધાન કરી લેવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું, કે અકસ્માતગ્રસ્ત કાર પાલિકાના એક મહિલા કોર્પોરેટરની હતી. પોલીસ ફરિયાદ નોધાવાને બદલે 'બંધ બારણે સમાધાન' થતા આ મુદ્દો સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બની ગયો છે.
માહિતી અનુસાર, બ્રિજ પર બેફામ દોડતી BRTS બસ સીફટ કારને જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે અકસ્માતમાં પાછળના ભાગે નુકસાન થયું હતું. સદનસીબે આ ગંભીર અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી. BRTS બસ ચાલકની ગંભીર બેદરકારી સામે આવી હતી.
આ મામલે સૌથી આશ્ચર્યજનક એ છે, કે મહિલા કોર્પોરેટરના પતિએ પોલીસ ફરિયાદ કરવાને બદલે BRTS બસ એજન્સીના સંચાલક સાથે બંધ બારણે સમાધાન કરી લીધા હતા. સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું, કે આ સમાધાનમાં મોટી રકમની લેવડદેવડ થઈ હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.
પાલિકાના જ કોર્પોરેટરની કારને અકસ્માત થયા બાદ પોલીસ ફરિયાદ ન થઈ હતી. આ ઘટના પાલિકા વર્તુળો તેમજ સામાન્ય લોકો માટે આ ચર્ચાનો કેન્દ્ર બન્યો છે. આ સમાધાન પાછળ શું કોઈ દબાણ હતું કે પછી અન્ય કોઈ કારણ, તે અંગે અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!