વનતારા કેમ વિવાદમાં?
વનતારા પ્રોજેક્ટને લઈ સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, કરાઈ SITની રચના
વનતારા વિવાદમાં?
વનતારા વિવાદમાં?
સુપ્રીમ કોર્ટે ગુજરાતના જામનગરમાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત વનતારા ગ્રીન્સ ઝૂલોજિકલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટરની કામગીરીની તપાસ માટે વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવાનો હુકમ કર્યો છે. આ તપાસનો હેતુ એ જાણવાનો છે કે પ્રાણીઓની ખરીદી અને સ્થાનાંતરણમાં વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 અને આંતરરાષ્ટ્રીય સંધિઓનું પાલન થયું છે કે નહીં.
આ તપાસ ટીમનું નેતૃત્વ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ જસ્ટી ચેલમેશ્વર કરશે. ટીમમાં અન્ય સભ્યોમાં ઉત્તરાખંડ અને તેલંગાણા હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રાઘવેન્દ્ર ચૌહાણ, મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર હેમંત નાગરાલે અને કસ્ટમ્સના વધારાના કમિશનર અનિશ ગુપ્તાનો સમાવેશ થાય છે. SITને 12 સપ્ટેમ્બર, 2025 સુધીમાં પોતાનો અહેવાલ રજૂ કરવાનો રહેશે.
SIT દ્વારા તપાસના મુખ્ય મુદ્દાઓજસ્ટિસ પંકજ મિત્તલ અને જસ્ટિસ પ્રસન્ના બી. વરાલેની બેન્ચે આદેશ આપ્યો છે કે SIT નીચેના મુદ્દાઓની ઊંડાણપૂર્વક તપાસ કરશે:
આ તપાસ કોલ્હાપુરની હાથીણી માધુરી (અથવા મહાદેવી)ના વનતારામાં સ્થાનાંતરણથી શરૂ થયેલા વિવાદને કેન્દ્રમાં રાખીને શરૂ કરવામાં આવી છે. કોર્ટે જણાવ્યું કે અરજીમાં લગાવેલા આરોપો પુરાવા વિના હોવા છતાં, સંસ્થાઓ અથવા અદાલતો પોતાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહી હોવાના આરોપોને ધ્યાનમાં લઈને સ્વતંત્ર તપાસ જરૂરી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ તપાસ માત્ર હકીકતો શોધવા માટે છે અને તે વનતારા કે અન્ય સંસ્થાઓની કામગીરી પર શંકા ઉભી કરવા માટે નથી. SITને કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર, સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી અને પર્યાવરણ મંત્રાલયનો સંપૂર્ણ સહયોગ મળશે.
વનતારાનું નિવેદનવનતારાએ સુપ્રીમ કોર્ટના આદેશનું સ્વાગત કરતાં નિવેદન જાહેર કર્યું:
"અમે સુપ્રીમ કોર્ટના આદેશને આદરપૂર્વક સ્વીકારીએ છીએ. વનતારા પારદર્શિતા, કરુણા અને કાયદાના સંપૂર્ણ પાલન માટે પ્રતિબદ્ધ છે. અમારું ધ્યેય પ્રાણીઓના બચાવ, પુનર્વસન અને સંભાળ પર કેન્દ્રિત છે. અમે SITને સંપૂર્ણ સહયોગ આપીશું અને અમારા કાર્યને નિષ્ઠાપૂર્વક ચાલુ રાખીશું, હંમેશા પ્રાણીઓના કલ્યાણને અમારા પ્રયાસોના કેન્દ્રમાં રાખીશું. અમે વિનંતી કરીએ છીએ કે આ પ્રક્રિયા અટકળો વિના અને પ્રાણીઓના હિતમાં આગળ વધે."
આ મામલો કોલ્હાપુરની હાથીણી માધુરી (જેને મહાદેવી તરીકે પણ ઓળખવામાં આવે છે)ના વનતારામાં સ્થાનાંતરણથી શરૂ થયો. 16 જુલાઈ, 2024ના રોજ બોમ્બે હાઈકોર્ટે PETA ઇન્ડિયા દ્વારા હાથીણીના સ્વાસ્થ્ય અને માનસિક તણાવની ચિંતાઓને ધ્યાનમાં લઈને તેને વનતારામાં ખસેડવાનો આદેશ આપ્યો હતો. આગળ, 29 જુલાઈ, 2024ના રોજ સુપ્રીમ કોર્ટે પણ આ આદેશને માન્ય રાખ્યો. આ ઘટનાએ કોલ્હાપુરમાં મોટા પાયે વિરોધ પેદા કર્યો, જ્યાં લોકોએ માધુરીને પાછી લાવવા માટે સહી અભિયાન ચલાવ્યું અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો.
વનતારાએ 7 ઓગસ્ટ, 2024ના રોજ નિવેદન જાહેર કરીને સ્પષ્ટ કર્યું કે માધુરીનું સ્થાનાંતરણ તેમનો નિર્ણય ન હતો, પરંતુ બોમ્બે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના આદેશોને અનુસરીને થયું હતું. તેમણે જણાવ્યું કે તેમની ભૂમિકા માત્ર માધુરીની સંભાળ, તબીબી સહાય અને પુનર્વસન સુધી મર્યાદિત હતી. વનતારાએ વધુમાં કહ્યું, "જો અમારા કોઈ શબ્દો, નિર્ણયો કે પ્રક્રિયાથી જૈન સમુદાય અથવા કોલ્હાપુરના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી હોય, તો અમે દિલગીર છીએ."
માધુરીની પૃષ્ઠભૂમિમાધુરી હાથીણી 1992માં, 4 વર્ષની ઉંમરે, કોલ્હાપુરના નાંદણી ગામના જૈન મઠમાં લાવવામાં આવી હતી. આ મઠમાં 700 વર્ષથી હાથી પાળવાની પરંપરા છે, જે ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. માધુરી છેલ્લા 32 વર્ષથી આ મઠમાં રહેતી હતી, અને તેનું સ્થાનાંતરણ ધાર્મિક ભાવનાઓ સાથે જોડાયેલું હોવાથી વિવાદનું કારણ બન્યું.

રાજ્યમાં 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાતા હવે કુલ 1,000 વાહનો 24 કલાક ઇમરજન્સી સેવા આપશે. રિસ્પોન્સ ટાઈમ પણ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થયો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.