સુજલામ સુફલામ જળ અભિયાન ૨૧ ફેબ્રુઆરીથી શરૂ
ચોમાસા પૂર્વે જળસંચય માટે ગુજરાત સરકારનું આયોજન, ભૂગર્ભ જળ સ્તર ઉંચા લાવવા લેવાયો નિર્ણય

સુજલામ સુફલામ જળ અભિયાન

સુજલામ સુફલામ જળ અભિયાન
ગુજરાત સરકાર દ્વારા જળ વ્યવસ્થાપન અને પર્યાવરણ જાળવણીના ક્ષેત્રે દર વર્ષની જેમ આ વર્ષે પણ એક મહત્વકાંક્ષી કદમ ઉઠાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરવા માટે ૨૧ ફેબ્રુઆરીથી રાજ્યભરમાં ‘સુજલામ સુફલામ જળ અભિયાન’ શરૂ કરવામાં આવશે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ કરી ભૂગર્ભ જળના સ્તરમાં વધારો કરવાનો છે.
સમય કરતાં વહેલો પ્રારંભ :
જાણો કારણો સામાન્ય રીતે માર્ચ મહિનામાં શરૂ થતું આ અભિયાન આ વર્ષે ફેબ્રુઆરીમાં જ શરૂ કરી દેવામાં આવશે. પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે વહેલી શરૂઆત પાછળ બે મુખ્ય કારણો છે. પ્રથમ, જો ચોમાસું વહેલું આવે તો તે પૂર્વે તળાવો ઊંડા કરવા અને ચેકડેમોના રિપેરિંગની કામગીરી પૂર્ણ થઈ જાય. બીજું, માર્ચમાં હોળીના તહેવારને કારણે શ્રમિકો વતન જતા હોવાથી કામગીરી પ્રભાવિત ન થાય તે માટે આ નિર્ણય લેવાયો છે.
છેલ્લા ૮ વર્ષની ભવ્ય સફળતા વર્ષ ૨૦૧૮થી સતત ચાલતા આ લોક-અભિયાનના પરિણામો ખૂબ જ નોંધપાત્ર રહ્યા છે:
જળ ક્ષમતામાં વધારો: છેલ્લા ૮ વર્ષમાં ગુજરાતમાં અંદાજે ૧૩,૯૯૪ મિલિયન ઘનફૂટ જેટલી વધારાની જળ સંગ્રહ ક્ષમતા ઊભી થઈ છે.
રોજગારીનું સર્જન: આ અભિયાન દ્વારા ગ્રામીણ વિસ્તારના શ્રમિકોને ૨૬૦ લાખથી વધુ માનવદિનની રોજગારી પ્રાપ્ત થઈ છે.
આત્મનિર્ભર ગુજરાત તરફ ડગલું :
આ અભિયાન હેઠળ નદીઓનું પુનઃજીવીકરણ, નહેરોની સફાઈ અને નવા જળાશયોના નિર્માણ પર ભાર મૂકવામાં આવશે. જનભાગીદારી દ્વારા ચાલતું આ અભિયાન ખેડૂતોને સિંચાઈ માટે અને નાગરિકોને પીવાના પાણીની સુરક્ષા પૂરી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે. ગુજરાતને જળ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાની દિશામાં આ એક મોટું પગલું સાબિત થશે

મિશન સુરક્ષિત શક્તિ હેઠળ ગુજરાત પોલીસે મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે 525 સ્થળોનું મેપિંગ અને 12,829 લોકોને સ્વરક્ષણ તાલીમ આપી.

સુરતની રિયલ જરીનો અદ્ભુત કમાલ! શુદ્ધ ચાંદીના તારથી બની રાખડી, અચોધ્યા રામ મંદિર મા કરાશે અર્પણ

સુરતના ઊનમાં મદરેસાની છત પરથી પડી ગયેલા 13 વર્ષીય બાળકના ગળામાં લોખંડનો સળિયો આરપાર થઈ ગયો. નવી સિવિલ હોસ્પિટલમાં 2-3 કલાકની જટિલ સર્જરી બાદ સળિયો બહાર કાઢાયો, હાલ બાળક ICUમાં સ્થિર છે.