શાળામાં ભણતા ધો. 5 અને ધો.8માં વાર્ષિક પરીક્ષામાં અસફળ રહેનાર વિદ્યાર્થીઓ નાપાસ ગણાશે
ગુજરાતની તમામ શાળાઓમાં 'નો ડિટેન્શન પોલિસી'નો ચુસ્ત પણે પાલન

શાળામાં ભણતા ધો. 5 અને ધો.8માં વાર્ષિક પરીક્ષામાં અસફળ રહેનાર વિદ્યાર્થીઓ નાપાસ ગણાશે

શાળામાં ભણતા ધો. 5 અને ધો.8માં વાર્ષિક પરીક્ષામાં અસફળ રહેનાર વિદ્યાર્થીઓ નાપાસ ગણાશે
શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે, આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા 'નો ડિટેન્શન પોલિસી'નાબૂદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, પરંતુ ગુજરાતની તમામ શાળાઓમાં ચૂસ્ત પણે પાલન થઈ રહ્યો છે.
શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે, ધોરણ ૫ અને ધોરણ ૮ માં કોઇ વિદ્યાર્થી બે વિષયમાં ૩૫% ક૨તા ઓછું પરિણામ મેળવે તો તેને વર્ગ બઢતી રોકવાની જોગવાઇ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા કરવામાં આવી છે. પરંતુ કોરોના મહામારીના કારણે શૈક્ષણિક વર્ષ-૨૦૧૯-૨૦, વર્ષ- ૨૦૨૦-૨૧ અને વર્ષ - ૨૦૨૧-૨૨ માં ધોરણ ૧ થી ૮માં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો. પરંતુ ચાલુ શૈક્ષણિક વર્ષ - ૨૦૨૨-૨૩માં પ્રાથમિક શાળાઓમાં ધો૨ણ-૫ અને ધો૨ણ-૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વાર્ષિક પરીક્ષામાં અસફળ થશે તો તેમણે નાપાસ જાહેર કરવામાં આવશે તેમ મંત્રીએ જણાવ્યું હતું.
વધુમાં મંત્રી એ ઉમેર્યું કે, ધો. ૦૫ અને ધો.૦૮ની વાર્ષિક પરીક્ષામાં અસફળ રહેનાર વિદ્યાર્થીઓ નાપાસ થશે; સાથોસાથ નાપાસ થયેલા વિદ્યાર્થીઓને બે મહિનામાં ફરીથી પરીક્ષા આપવાની તક મળશે, પરંતુ જો વિદ્યાર્થીઓ ફરીથી નાપાસ થશે તો તેમને આગળના વર્ગમાં બઢતી આપવામાં આવશે નહીં. આ નિયમ ગુજરાતની તમામ શાળાઓમાં લાગુ આ વર્ષથી ચાલુ થઈ ગયો છે.
વધુમાં મંત્રી એ ઉમેર્યું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ - ૨૦૨૦ અન્વયે આ નિર્ણયના અમલીકરણ થી વિદ્યાર્થીઓની શીખવાની ક્ષમતામાં સુધારો તેમજ વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રદર્શનમાં સુધારો કરવાની તક મળશે, જેથી વિદ્યાર્થીઓનો ભવિષ્ય ઊજળું બનશે તેમ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.