ગુજરાત પર ઘેરાયો વાવાઝોડાનો ખતરો, ૨૪ મેથી ભારે વરસાદની શક્યતા!
આગાહીકાર અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ બંનેએ સંયુક્ત રીતે આગામી દિવસોમાં વરસાદી અને વાવાઝોડાની ગતિવિધિઓમાં તેજી આવવાની આગાહી કરી છે.

ગુજરાત પર ઘેરાયો વાવાઝોડાનો ખતરો, ભારે વરસાદની આગાહી

ગુજરાત પર ઘેરાયો વાવાઝોડાનો ખતરો, ભારે વરસાદની આગાહી
ગુજરાત પર આગામી દિવસોમાં વાવાઝોડા અને ભારે વરસાદનો ખતરો તોળાઈ રહ્યો છે. આગાહીકાર અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ બંનેએ સંયુક્ત રીતે આગામી દિવસોમાં વરસાદી અને વાવાઝોડાની ગતિવિધિઓમાં તેજી આવવાની આગાહી કરી છે. ખાસ કરીને ૨૪ થી ૩૧ મે સુધી રાજ્યના દરિયાકિનારાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
લો પ્રેશર અને વાવાઝોડાની તીવ્ર અસર : અંબાલાલ પટેલ
આગાહીકાર અંબાલાલ પટેલના મતે, આજથી (૨૨ મે) સાઉથ કોંકણ અને ગોવા વિસ્તારમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે. આ સિસ્ટમના પ્રભાવ હેઠળ ૨૪ થી ૨૬ મે સુધી દરિયા કિનારે વાવાઝોડા જેવી સ્થિતિ રહેશે, જ્યાં સમુદ્રમાં ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે, ૨૬ મે પછી પણ વાવાઝોડાની ગતિવિધિઓ ચાલુ રહેશે અને ૨૬ થી ૩૧ મે સુધી વાવાઝોડાની તીવ્ર અસર વર્તાશે. આ ઉપરાંત, ૨૮ મેથી બંગાળની ખાડીમાં પણ એક ભારે વાવાઝોડું ઉભું થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે.
ડિપ્રેશનમાં ફેરવાશે લો પ્રેશર, ૭ દિવસ ભારે વરસાદ
હવામાન વિભાગની આગાહી અનુસાર, પૂર્વ મધ્ય અરબ સાગરમાં લો પ્રેશર સિસ્ટમ પહેલેથી જ બની ચૂકી છે, જે સાઉથ કોંકણ અને ગોવાના કિનારે સક્રિય છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે, આ લો પ્રેશર સિસ્ટમ આવતીકાલ સાંજ (૨૩ મે) સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાશે. તેના પ્રભાવ હેઠળ આગામી ૭ દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે. આ જોખમને ધ્યાનમાં રાખીને, માછીમારોને આવતીકાલ સાંજ સુધીમાં પરત આવી જવા સૂચના આપવામાં આવી છે.
આ સિસ્ટમની અસર હેઠળ, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકિનારાના જિલ્લાઓમાં પણ ભારે વરસાદ પડશે તેવી શક્યતા છે. આ ઉપરાંત, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે મધ્યમ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
સમગ્ર પરિસ્થિતિને જોતા, રાજ્યના નાગરિકોને, ખાસ કરીને દરિયાકિનારાના વિસ્તારોમાં રહેતા લોકોને, સાવચેત રહેવા અને હવામાન વિભાગ દ્વારા જારી થતી સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?