પાલનપુરમાં ચોંકાવનારો બનાવ,કિશોરી બાથરુમમાં મળી મૃત હાલતમાં
ગીઝરના ગેસથી ગૂંગળાઇ જવાથી મોત થયું હોવાનો પ્રાથમિક અહેવાલ

પાલનપુરમાં ચોંકાવનારો બનાવ,કિશોરી બાથરુમમાં મળી મૃત હાલતમાં

પાલનપુરમાં ચોંકાવનારો બનાવ,કિશોરી બાથરુમમાં મળી મૃત હાલતમાં
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં ચોંકાવનારો બનાવ બન્યો છે. પાલનપુરમાં બાથરુમમાં નહાવા ગયેલી કિશોરીનો રહસ્યમય હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. પ્રાથમિક જાણકારીમાં ગીઝરના ગેસના કારણે ગૂંગળાઇ જવાથી કિશોરીનું મોત થયું છે.
મળેલી માહિતી મુજબ પાલનપુરમાં રાજનગર સોસાયટીમાં રહેતી 13 વર્ષની કિશોરી આજે સવારે ઘરના જ બાથરુમમાં નહાવા ગઇ હતી.જો કે તે 15થી 20 મિનીટ સુધી બાથરુમની બહાર ના નિકળતા તેની માતા ચિંતામાં મુકાઇ હતી અને તેણે દરવાજો ખખડાવ્યો હતો. જો કે તેની પુત્રીએ દરવાજો ના ખોલતાં માતાએ મકાનની પાછળ જઇ બાથરુમમાં લગાવેલા કાચ ખોલીને તપાસ કરી હતી. તેમણે જોયું તો તેમની પુત્રી બાથરુમની ફર્શ પર પડેલી જોવા મળી હતી.
આથી તેમણે બુમાબુમ કરીને પરીવારને જાણ કરતાં પરિવારે દરવાજો તોડીને કિશોરીને સારવાર માટે ખસેડી હતી પણ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. બનાવ અંગે હાલ તપાસ કરાઇ રહી છે પણ પ્રાથમિક જાણકારી મજબ બાથરુમના ગીઝરના ગેસના કારણ ગૂંગળાઇ જવાથી મોત થયું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.