શહબાઝ શરીફે PM મોદીને વાતચીત માટે કહ્યું, સાઉદી અરબને સૂચવ્યું તટસ્થ સ્થળ
ઓપરેશન સિંદૂરમાં હાર બાદ, પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફે ભારત સાથે વાતચીતની ઇચ્છા વ્યક્ત કરી, તટસ્થ સ્થળ માટે સાઉદી અરબનું નામ લીધું.

શહબાઝ શરીફે PM મોદીને વાતચીત માટે કહ્યું

શહબાઝ શરીફે PM મોદીને વાતચીત માટે કહ્યું
પહેલગામ આતંકવાદી હુમલાની પાછળ શરૂ કરાયેલા ભારતીય 'ઓપરેશન સિંદૂર'માં મોટું નુકસાન ભોગવ્યા બાદ, પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે ભારત સાથે વાતચીત કરવાની ઇચ્છા જાહેર કરી છે. તેમણે ખાસ કરીને PM નરેન્દ્ર મોદીને સંબોધીને વાતચીતની પેહલ કરી છે.
શહબાઝ શરીફે બુધવારે જણાવ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદાસ્પદ મુદ્દાઓ પર ચર્ચા માટે તટસ્થ સ્થાન તરીકે સાઉદી અરબ યોગ્ય રહેશે. તેમણે કહ્યું કે, સાઉદી અરબ એ એવા દેશો પૈકીનો એક છે જે બંને દેશોનો મિત્ર છે.
પાકિસ્તાની અખબાર 'ધ ડોન' અનુસાર, શરીફે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ચીન પણ એક તટસ્થ સ્થાન બની શકે છે, પરંતુ તેમને લાગ્યું કે ભારત ચીનમાં વાતચીત માટે સહમત નહીં થાય. તેથી સાઉદી અરબની પસંદગી વધુ યોગ્ય છે.
શહબાઝ શરીફનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત-પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જોકે, ભારતે વારંવાર સ્પષ્ટ કર્યું છે કે ભારત અને પાકિસ્તાનના વિવાદો માત્ર દ્વિપક્ષીય ચર્ચાથી જ ઉકેલી શકાય છે અને કોઈ તૃતીય પક્ષની ભૂમિકા આવશ્યક નથી.
ભારતના વિદેશ સચિવે પણ 2 દિવસ પહેલા સંસદીય સમિતિને માહિતી આપી હતી કે 'ઓપરેશન સિંદૂર' અંતર્ગત યુદ્ધવિરામનો નિર્ણય બંને દેશોએ પરસ્પર સંમતિથી લીધો હતો અને તેમાં કોઈ ત્રીજો પક્ષ સામેલ ન હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?