ચંડોળા ડિમોલેશનનો બીજો રાઉન્ડ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મંદિર-મસ્જિદ તોડવાનું શરૂ
ધાર્મિક બાંધકામો દૂર કરવાના હોવાના કારણે કોઇ તંગદિલી ન સર્જાય તે માટે પોલીસનો મોટો કાફલો ચંડોળા વિસ્તારમાં ગોઠવી દેવામાં આવ્યો છે.

ચંડોળા ડિમોલેશનનો બીજો રાઉન્ડ

ચંડોળા ડિમોલેશનનો બીજો રાઉન્ડ
અમદાવાદના ચંડોળા વિસ્તારમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા શરૂ થઈ છે. બુધવારે એટલે કે 28 મે એ બીજા તબક્કાનો બીજો રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો છે. વહેલી સવારથી જ જેસીબી ઘટના સ્થળે પહોચી ગયા છે અને ડિમોલેશનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં સરકારી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા.
ધાર્મિક બાંધકામો દૂર કરવાના હોવાના કારણે કોઇ તંગદિલી ન સર્જાય તે માટે પોલીસનો મોટો કાફલો ચંડોળા વિસ્તારમાં ગોઠવી દેવામાં આવ્યો છે. હાલ મંદિર અને મસ્જિદની અંદરના સામાનને બહાર કાઢવામાં આવી રહ્યા છે.ત્યાર બાદ તે તોડવાની કામગીરી કરવામાં આવશે. મળતી માહિતી પ્રમામે આજના દિવસમાં જ આ કાર્યવાહી સંપૂર્ણ કરી કાટમાળ દૂર કરવામાં આવશે અને તેની આજુબાજુ દિવાલ બનાવાશે, જેથી અન્ય કોઇ અહીં ગેરકાયદેસર બાંધકામ ન કરે.
20 ધાર્મિક સ્થાનો દૂર કરાયા બાદ બાકી રહેલા સાતથી આઠ જેટલા ધાર્મિક સ્થાનો દૂર કરવાની શરૂઆત કરવામાં આવી છે. ઇસનપુર સૂર્યનગર ચોકીથી શાહઆલમ તરફ જતા ગરીબ નવાબ મસ્જિદ આવેલી છે જે ચંડોળા તળાવમાં સૌથી મોટી મસ્જિદ ગણાય છે તેને આજે દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે. આ સિવાય હનુમાન મંદિર તેમજ અન્ય મંદિર-મસ્જિદ સહિતના ધાર્મિક સ્થાનો દૂર કરવામાં આવ્યા છે.
મહ્તવનું છે કે આ પહેલાં ચંડોળા તળાવ વિસ્તારમાં તમામ કાચા પાકા નાના-મોટા મળી 12000થી વધુ દબાણો તોડી પાડવામાં આવ્યા હતા પરંતુ કેટલાક મંદિર-મસ્જિદ જેવા ધાર્મિક સ્થાનો તોડવાના બાકી રાખવામાં આવ્યા હતા.જે આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તોડી પડાશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.

વિજયાદશમીના પર્વે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું. હથિયારો, પેટ્રોલિંગ વાહનો, અશ્વ અને ડોગ સ્ક્વોડની પૂજા સાથે પોલીસ જવાનોએ નાગરિકોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!