ચંડોળા તળાવ ડિમોલેશનનો બીજો દિવસ, મસ્જિદો સહિતના ગેરકાયદેસર બાંધકામો તોડાશે
ચંડોળા તળાવ ડિમોલિશનનો આજે બીજો દિવસ છે. પ્રથમ દિવસે AMC દ્વારા 8500 દબાણો હટાવાયા, હિટાચી મશીન બગડતા કામમાં વિલંબ થયો હતો.

ચંડોળા તળાવ ડિમોલેશન

ચંડોળા તળાવ ડિમોલેશન
અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારને ગેરકાયદેસર દબાણોથી મુક્ત કરાવવા માટે તંત્ર દ્વારા ભવ્ય કાર્યવાહી શરૂ કરાઈ છે. 20 મેના રોજ ડિમોલિશન ફેઝ-2ના પહેલા દિવસે સવારે 6:30 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી AMC અને પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડફોડની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ચંડોળા તળાવ ડિમોલિશનના બીજા તબક્કાનો આજે બીજો દિવસ છે.
ચંડોળા તળાવમાં સિરાજ નગરમાં આવેલી સિરાજ મસ્જિદને વહેલી સવારે તોડી પાડવામાં આવી છે. લલ્લા બિહારીના ફાર્મની બાજુમાં આવેલી અલી નામની મસ્જિદને પણ તોડવાની શરૂઆત કરવામાં આવી છે. ચંડોળા તળાવના વચ્ચેના ભાગે આવેલી તમામ મસ્જિદો સહિતના ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવામાં આવશે.
પ્રથમ દિવસની કાર્યવાહી?
AMC દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, પ્રથમ દિવસે લગભગ 8500 જેટલા કાચા અને પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. કુલ 2.5 લાખ ચોરસ મીટરની જગ્યા પરથી દબાણ દૂર કરવામાં આવ્યું. આ માટે 35 હિટાચી મશીનો અને 15 જેટલી જેસીબી મશીનોનો ઉપયોગ થયો હતો.
મશીનો બગડતા કાર્યમાં વિલંબ
AMC અધિકારીઓએ જણાવ્યું કે, ભારે ગરમીના કારણે હિટાચી મશીનો સતત કામ કરતી હોવા છતાં કેટલીક મશીનો ખરાબ થઈ ગઈ હતી. જેના લીધે દબાણ હટાવવાનું કાર્ય વધુ સમય લઈ ગયું. તેમ છતાં, મોટાભાગના દબાણો સફળતાપૂર્વક દૂર કરવામાં આવ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?