એસ.પી રીંગ રોડ પર 4 કલાકમાં બીજો અકસ્માત
અમદાવાદમાં સ્કૂલેથી પરત ફરતા વિદ્યાર્થીને ટેમ્પોએ ટક્કર મારતા ઈજાગ્રસ્ત, દર્શન કરી પરત ફરતા પટેલ દંપતીને ટ્રકચાલકે કચડ્યું

એસ.પી રીંગ રોડ પર 4 કલાકમાં બીજો અકસ્માત

એસ.પી રીંગ રોડ પર 4 કલાકમાં બીજો અકસ્માત
અમદાવાદમાં એસ. પી રીંગ રોડ આજે (2 જાન્યુઆરી) કાળમૂખો બન્યો હોય તેમ માત્ર ચાર કલાકની અંદર જ બીજો અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જે જગ્યાએ દંપતીનું મોત નીપજ્યું છે તેના 500 મીટર દુર જ બીજો અકસ્માત સર્જાયો છે. જેમાં એક આઇસરે લોડિંગ ટેમ્પોને ટક્કર મારતા ચાલકનું બેલેન્સ બગડતા ટેમ્પો સ્કૂલેથી સાયકલ પર પરત ફરતા ત્રણ મિત્રો સાથે ટકરાયો હતો. જેમાં પાછળથી ટક્કર વાગતા ત્રણેય વિદ્યાર્થીઓ બાજુના ખાડામાં પટકાયા હતાં.
આ અકસ્માતમાં એક વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા થઇ છે, જ્યારે અન્ય બે વિદ્યાર્થીને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. અકસ્માત બાદ ઈજાગ્રસ્ત આઠ વર્ષીય અરુણ પ્રજાપતિને 108 મારફતે નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે.
વહેલી સવારે વસ્ત્રાલ રીંગ રોડ પર આવેલા પાંજરાપોળ નજીક બેફામ ગતિએ આવી રહેલી ટ્રકે બાઇકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઇક પર સવાર કાંતિભાઈ રવજીભાઈ પટેલ આશરે ઉં.વ. 62 અને દક્ષાબેન કાંતિભાઈ પટેલ (ઉં.વ. 60) અંદાજે 100 ફૂટ જેટલા ઢસેડ્યા હતા. દંપતી પર ટ્રકનું ટાયર ફરી વળતા શરીરનાં ચીથરાં ઊડી ગયાં હતાં અને ઘટનાસ્થળે જ તેઓનું કમક્માટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતે મોતને ભેટનાર દંપતી મંદિરે દર્શન કરી પરત ફરી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.
ટ્રક ડ્રાઇવરે જ્યારે અકસ્માત સર્જ્યો ત્યારે તે ફોન પર વાત કરી રહ્યો હોવાનું પણ હાજર લોકોએ જણાવ્યું હતું. ઘટનાની જાણ થતાં રામોલ પોલીસ અને I ડિવિઝન પોલીસ સ્થળે દોડી ગઈ હતી. અકસ્માત બાદ ચાલક ટ્રકને સ્થળે મુકીને ફરાર થઈ ગયો હતો.
બનાવ સ્થળે પહોંચેલી પોલીસે બન્ને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની પ્રક્રિયા હાથ ધરી હતી. એસપી રિંગ રોડ પર બનેલા આ બનાવ બાદ ટ્રાફિકજામ થઈ ગયો હતો. હાલ પોલીસ દ્વારા તમામ પ્રક્રિયા હાથ ધરીને આરોપીને પકડવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.