સ્કૂલે જતી વિદ્યાર્થિનીને સરકારની કચરાની ગાડીએ ઉડાડી
અમદાવાદમાં સાઇકલ લઈને જતી 9 વર્ષની બાળકીનું ઘટનાસ્થળે જ મોત, ચાલક ફરાર

સ્કૂલે જતી વિદ્યાર્થિનીને સરકારની કચરાની ગાડીએ ઉડાડી

સ્કૂલે જતી વિદ્યાર્થિનીને સરકારની કચરાની ગાડીએ ઉડાડી
અમદાવાદમાં ફરી એકવાર અકસ્માતની ઘટના બની છે. શહેરનાં સરસપુર વિસ્તારમાં પરમાનંદની ચાલીમાં નવ વર્ષની બાળકીને મ્યુનિસિપલ કોર્પોરેશનની કચરા ગાડીએ ટક્કર મારી અકસ્માત કરતાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માત બાદ AMC કચરાની ગાડીનો ચાલક ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિકો મુજબ બાળકી સાઇકલ લઈને સ્કૂલે જતી હતી. ત્યારે કચરાની ગાડીચાલકે ટક્કર મારતા અકસ્માત થયો હતો. ઇ-ડિવિઝન ટ્રાફિક પોલીસે આ મામલે ગુનો નોંધી ચાલકની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, સરસપુર વિસ્તારમાં રહેતી નવ વર્ષની વિદ્યાર્થીની ફાતિમા કૌસર શાહબુદ્દીન શેખ સરસપુરમાં આવેલી ઉર્દુ શાળા નંબર એકમાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતી હતી. આજે સવારના સમયે ફાતિમા સાઇકલ લઈને સ્કૂલે જતી હતી. દરમિયાનમાં પરમાનંદની ચાલી પાસે જ્યારે પહોંચી ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનની કચરાની ગાડીએ ટક્કર મારી હતી. જેના કારણે ફાતિમા નીચે પટકાઈ હતી અને તેના શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા અને ગાડીનો ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
ઘટનાની જાણ થતા ઈ-ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિકોની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, કચરાની ગાડીના ચાલક દ્વારા ટક્કર મારવામાં આવી હતી. જેના કારણે આ બાળકી નીચે પટકાઈ અને તેનું મૃત્યુ થયું હતું. હાલ આ મામલે ઇ-ડિવિઝન ટ્રાફિક પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી કેસની વધુ તપાસ હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.