RTE હેઠળની બેઠક અને એડમિશનના આંકડામાં ગોટાળા!
RTE પ્રક્રિયા શરૂ થવા સમયે 93,860 બેઠકો હોવાનું જાહેર પરંતુ ત્રીજા રાઉન્ડ પછી 94,798 બેઠકો જાહેર થઈ

RTEની બેઠક અને એડમિશનના આંકડામાં જુદા જુદા

RTEની બેઠક અને એડમિશનના આંકડામાં જુદા જુદા
RTEની બેઠકો અને પ્રવેશના આંકડામાં ગોટાળા સામે આવ્યા છે. રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ (RTE) અંતર્ગત ધોરણ 1માં નિઃશુલ્ક પ્રવેશ માટેની સરકારની ઓનલાઈન કેન્દ્રિય પ્રક્રિયા પુરી થઈ ગઈ છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયું છે કે RTEની પ્રક્રિયા શરૂ થવા સમયે 9741 સ્કૂલોની 93,860 બેઠકો હોવાનું જાહેર કરાયુ હતું, પરંતુ ત્રીજા રાઉન્ડની પ્રક્રિયા સમયે આંકડો વધી જઈ 94,798 બેઠકો હોવાનું જાહેર કરાયુ હતું.
આ છે સમગ્ર મામલો:
કેન્દ્ર સરકારના 2009ના રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા 2013 અમલ શરૂ કરાયો હતો. RTE હેઠળ રાજ્યની ખાનગી સ્કૂલોમાં રાજ્યના બાળકો માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઈ છે. સરકાર દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ છેલ્લા 12 વર્ષમાં RTE હેઠળ નામાંકન 432થી વધીને આ વર્ષે 95 હજાર થયુ છે. એટલે કે પ્રથમ વર્ષે 432 બાળકોને પ્રવેશ ફાળવાયો હતો. ચાલુ શૈક્ષણિક વર્ષની પ્રવેશ પ્રક્રિયા પૂરી થઈ છે. ત્યારે રાજ્યની 9741 ખાનગી સ્કૂલોની 25% બેઠકો મુજબ 93,860 બેઠકો દર્શાવાઈ હતી. જો કે, ત્રીજા રાઉન્ડ સમયે જાહેર માહિતીમાં 94,798 બેઠકો જાહેર કરાઈ હતી.
વર્ષ 2025માં રાજ્ય સરકારે આવક મર્યાદા કે જે 1.20 લાખથી 1.50 લાખ હતી તેમાં વધારો કરી 6 લાખ રૂપિયા કરવાનો મહત્ત્વનો નિર્ણય કર્યો હતો. જેના લીધે 40 હજાર જેટલી અરજીઓ વધી અને આ વર્ષે કુલ 2,38,916 ઓનલાઈન અરજી થઈ હતી જેમાંથી 1,75,685 અરજી મંજૂર થઈ હતી અને 13,761 અરજીઓ રિજેક્ટ થઈ હતી અને 49,470 અરજીઓ ડુપ્લિકેટ હોવા સહિતના કારણોને લીધે કેન્સલ થઈ હતી. આમ પ્રવેશ માટે લાયક કુલ 1,75,685 અરજી સામે પ્રથમ રાઉન્ડમાં 86,274 બાળકોને પ્રવેશ ફળવાયો હતો. બીજા રાઉન્ડમાં વધુ 7006 બાળકોને અને ત્રીજા રાઉન્ડમાં વધુ 2231 બાળકોને પ્રવેશ ફાળવાયો હતો. આમ ત્રણ રાઉન્ડમાં કુલ 95511 બાળકોને પ્રવેશ ફાળવાયો હતો.
પસંદગી મુજબની સ્કૂલ ન હોવાથી અનેક વાલીઓએ પ્રવેશ કન્ફર્મ જ ન કર્યા હોઈ બે રાઉન્ડ બાદ કુલ 85,774 બેઠકોમાં જ પ્રવેશ કન્ફર્મ થયો હતો. જેના પર 2231 ત્રીજા રાઉન્ડના પ્રવેશ ઉમેરીએ તો પણ 88 હજાર જેટલા જ પ્રવેશ કન્ફર્મ થાય, પરંતુ સરકારે જાહેર કર્યુ છે કે 95494 પ્રવેશ ફાળવાયા છે.
સરકારના જણાવ્યાનુસાર, 95 હજાર અરજી નામાંકન થયુ, પરંતુ નામાંકન તે જ બાળકોનું થાય કે જેઓનો પ્રવેશ કન્ફર્મ થયો એટલે કે વાલીએ સ્કૂલે રૂબરૂ જઈને પ્રવેશ કન્ફર્મ કરાવ્યો હોય. ત્રીજા રાઉન્ડની ફાળવણી સમયે સરકારે જ જાહેર કર્યુ હતું કે 6965 બેઠકો ખાલી છે. ત્રીજો રાઉન્ડ પુરો થયા બાદ ખરેખર કેટલા પ્રવેશ થયા અને કેટલી બેઠકો ખાલી છે તે હજુ જાહેર જ કરાયુ નથી.
RTE હેઠળ વિદ્યાર્થીઓને સહાય:
સરકારે જાહેર કરેલી માહિતી મુજબ 1 RTE પ્રવેશ અંતર્ગત ગણવેશ-સ્કૂલબેગ સહિતની વસ્તુઓ ખરીદવા માટે પ્રતિવર્ષ વિદ્યાર્થીદીઠ 3 હજારની સહાય ડીબીટી મારફતે ચુકવાય છે. અત્યાર સુધીમાં 6 લાખથી વધુ વિદ્યાર્થીઓને કુલ 1057 કરોડની સહાય ચુકવવામા આવી છે. જ્યારે સ્કૂલોને 2023થી લઈને 2024 સુધીમાં 3723 કોરડોની ગ્રાન્ટની ચૂકવણી કરવામા આવી છે. જેમાં 2665 કરોડ ફી રીએમ્બર્સ પેટે અને વિદ્યાર્થી સહાય પેટે 1057 કરોડ રૂપિયાની ચુકવણી થઈ છે. મહત્વનું છે કે, વર્ષ 2024માં સૌથી ઓછી બેઠકો માત્ર 45 હજાર જ હતી અને 45 હજારથી પણ ઓછા પ્રવેશ થયા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદની 4 સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી! વાલીઓ બાળકોને લેવા દોડી આવ્યા, પોલીસ અને બોમ્બ સ્ક્વોડ તપાસમાં જોડાઈ.

ગુજરાતના 4 જિલ્લામાં ઓછા વરસાદથી ચિંતા, ભૂપેન્દ્ર પટેલ સરકારના રાહત પગલાંમાં શું છે ખાસ? ખેડૂતોને હેક્ટરદીઠ ₹8,500ની સહાય, પશુપાલકોને માત્ર ₹2માં ઘાસચારો અને ગ્રામ્ય લોકોને 150 માનવદિવસની રોજગારીનો નિર્ણય!

ગુજરાતના પેન્શનરો માટે મોટા સમાચાર! મોંઘવારી રાહત 443% થતાં ₹10,000ના મૂળ પેન્શન પર દર મહિને ₹6,200નો તફાવત કેવી રીતે થાય છે?