સરદાર સરોવર નર્મદા ડેમ પાણીથી છલકાયું!
ઉપરવાસમાંથી 20,644 ક્યુસેક પાણીની આવક થતાં નર્મદા ડેમની હાલની સપાટી 119.55 મીટર પહોંચી ગઇ છે.

મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની તીવ્રતાને ધ્યાને રાખીને બચાવ-રાહત માટે ટીમો તૈનાત કરવામાં આવી છ...

મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની તીવ્રતાને ધ્યાને રાખીને બચાવ-રાહત માટે ટીમો તૈનાત કરવામાં આવી છ...
રાજ્યમાં વિધિવત ચોમાસું બેસી ગયું છે.ચોમાસાની શરૂઆત થતાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા હોવાથી લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી રહી છે.ગુજરાત સહિત મધ્ય પ્રદેશમાં ભારે વરસાદના કારણે નદી-નાળા છલકાયા છે અને રાજ્યભરના ડેમમાં નવા નીરની આવક થઈ છે. ચોમાસાના આ પ્રથમ વરસાદે જ રાજ્યના ડેમોની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે.
સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક શરૂ છે.ઉપરવાસમાંથી 20,644 ક્યુસેક પાણીની આવક થતાં નર્મદા ડેમની હાલની સપાટી 119.55 મીટર પહોંચી ગઇ છે.ચાલુ વર્ષે પણ નર્મદા ડેમ સંપૂર્ણ ભરાઈ તેવી શક્યતાઓ છે.નર્મદા ડેમના બંને પાવર હાઉસ શરૂ કરી દેવામાં આવ્યા છે.જેમાં RBPH ના 4 અને CHPH નું 1 ટર્બાઇન હાલ ચાલુ છે જેના થકી 34 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
બુધવારે 11 ડેમ હાઇઍલર્ટ પર છે.જ્યારે 13 ડેમ ઍલર્ટ પર અને 10 ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે.આ વરસાદથી ખેડૂતો અને સામાન્ય જનતાને ભારે રાહત મળી છે અને રાજ્યમાં પાણીની સમસ્યા હળવી બનવાની આશા છે.
18 જૂન સુધી રાજ્યના ડેમોમાં પાણીની સ્થિતિ :
રાજ્યના કુલ 206 ડેમ પૈકી 9 ડેમ 100% ભરાયેલા છે.
- 25 ડેમ 70%થી 100% વચ્ચે ભરાયેલા છે.
- 22 ડેમ 50%થી 70% વચ્ચે ભરાયેલા છે.
- 55 ડેમ 25%થી 50% વચ્ચે ભરાયેલા છે.
- જ્યારે 95 ડેમ 25%થી નીચે ભરાયેલા છે.
ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈ NDRF અને SDRFની ટીમ ફાળવાઇ :
ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈને NDRF અને SDRFની ટીમો જુદા-જુદા જિલ્લાઓમાં તૈનાત કરાઈ છે.ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના છે.ત્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની તીવ્રતાને ધ્યાને રાખીને બચાવ-રાહત માટે ટીમો તૈનાત કરવામાં આવી છે.ત્યારે આગામી સમયમાં વધુ વરસાદની સંભાવનાને પગલે આવશ્યક બચાવ કાર્ય સમયસર થઈ શકે જાનમાલને નુકશાન અટકાવી શકાય તે હેતુથી રાહત કમિશનરની મળેલી સૂચના
અનુસાર નર્મદા જિલ્લાને એસ.ડી.આર.એફ. ની એક ટીમ (કુલ 31) સભ્યો જિલ્લા ફાળવવામાં આવ્યા છે.
નર્મદા જિલ્લામાં ફાળવેલ એસ.ડી.આર.એફની એક ટીમ જે રાહત અને બચાવની કામગીરી કરશે.એસ.ડી.આર.એફ.‘એ’કંપની રાજ્ય અનામત પોલીસ દળ જુથ-9 વડોદરા,નર્મદા જિલ્લા કલેકટર કચેરીના સંકલનમાં રહીને ભારે વરસાદ વાવાઝોડું,પૂર જેવી પરિસ્થિતિ દરમિયાન જિલ્લામાં જનહિત,પુરની પરિસ્થિતિ દરમિયાન સરાહનીય કામગીરી કરશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

તહેવારો પહેલાં ગુજરાતના વીજ ગ્રાહકોને ઝટકો? FPPAS ચાર્જમાં 3.99% વધારાના અહેવાલ વચ્ચે આગામી વીજ બિલમાં યુનિટ દીઠ 30થી 45 પૈસા સુધીનો વધારાનો બોજ પડી શકે છે!

મોરબી ખેડૂત આંદોલનમાં મોટો વળાંક? 24માંથી 21 મુદ્દાઓ પર સહમતી બાદ બાકી 3 માંગણીઓ પર સરકાર શું નિર્ણય લેશે?

દ્વારકાનાં દર્શન બાદ દીકરીને મળવા જઈ રહ્યો હતો સોની પરિવાર… પરંતુ રસ્તામાં જ ખુશી માતમમાં ફેરવાઈ! પાટણના ગોચનાદ નજીક સ્વિફ્ટ કાર અને ટ્રકની ટક્કરમાં માતા-પુત્રનાં મોત