સાબરમતી મલ્ટીમોડલ હબ બનશે અમદાવાદની નવી ઓળખ
બુલેટ ટ્રેન, મેટ્રો, BRTS… બધું એકસાથે,રેલવે મંત્રીએ શેર કર્યો વીડિયો

સાબરમતી મલ્ટીમોડલ હબનું કાર્ય પૂર્ણ થયું

સાબરમતી મલ્ટીમોડલ હબનું કાર્ય પૂર્ણ થયું
અમદાવાદ અને મુંબઈ વચ્ચેના હાઈસ્પીડ રેલ કોરિડોરનું કાર્ય વેગવંતી ગતિએ આગળ વધી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સમાંથી એક આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે આકાર પામી રહ્યો છે. અમદાવાદ, સુરત, નવસારી સહિત મોટાભાગના સ્ટેશનોનું નિર્માણ પ્રગતિ પર છે. આજે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પર અમદાવાદની નવી ઓળખ બનવા જઈ રહેલા સાબરમતી મલ્ટીમોડલ હબનો વીડિયો શેર કર્યો છે, જેમાં તેના ભવ્ય સ્થાપત્ય અને સુવિધાઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
સાબરમતી મલ્ટીમોડલ હબ: મુસાફરો માટે સીમલેસ કનેક્ટિવિટીમંત્રી વૈષ્ણવે વીડિયો શેર કરતા લખ્યું, “સાબરમતી મલ્ટીમોડલ હબ મુસાફરો માટે બુલેટ ટ્રેન, મેટ્રો, BRTS અને વર્તમાન રેલવે નેટવર્કને એકીકૃત કરીને સીમલેસ કનેક્ટિવિટી પ્રદાન કરશે, જે પરિવહનને સુવિધાજનક બનાવશે.” આ હબ ભારતનું પ્રથમ મલ્ટીમોડલ પરિવહન કેન્દ્ર તરીકે વિકસાવાયું છે, જે બુલેટ ટ્રેન, ભારતીય રેલવે, મેટ્રો, BRTS (બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ) અને રોડ પરિવહનને એક સુગમ પ્રણાલીમાં જોડે છે.
ભવ્ય સ્થાપત્ય અને મુસાફર સુવિધાઓસાબરમતી મલ્ટીમોડલ હબ માત્ર એક પરિવહન કેન્દ્ર નથી, પરંતુ તે સંકલન, ટેક્નોલોજી અને સુઆયોજનનું એક ઉદાહરણ છે. NHSRCL (નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ) દ્વારા અમદાવાદ-મુંબઈ કોરિડોરના 12 સ્ટેશનોમાંથી એક આ હબ છે, જે 508 કિમીના રસ્તાને 2 કલાકમાં કવર કરવાનું લક્ષ્ય ધરાવે છે. જાપાનના સહયોગથી વિકસાતું આ પ્રોજેક્ટ ભારતના આધુનિક પરિવહન વ્યવસ્થાનું પ્રતીક બનશે.
મંત્રી વૈષ્ણવે લખ્યું, “ભારતનું પ્રથમ બુલેટ ટ્રેન ટર્મિનલ! સાબરમતી મલ્ટીમોડલ ટ્રાન્ઝિટ હબ, અમદાવાદ.” આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે, જેમાં હબની આધુનિક સુવિધાઓ અને કનેક્ટિવિટીનું નિરૂપણ છે.
આ એક વિકસતી ખબર છે. અપડેટ્સ માટે જોડાયેલા રહો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!