રૂ.719 કરોડના સાયબર ક્રાઈમ સિન્ડીકેટનો પર્દાફાશ!
આંતરરાષ્ટ્રીય કનેક્શન સાથેના સાયબર ક્રાઈમ સિન્ડીકેટના 10 આરોપીઓની ભાવનગરમાંથી ધરપકડ..

આરોપીઓની ભાવનગરમાંથી ધરપકડ

આરોપીઓની ભાવનગરમાંથી ધરપકડ
દેશના કુલ 26 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ 1594 સાયબર ગુનાઓને અંજામ આપતી એક મોટી સાયબર ક્રાઇમ સિન્ડિકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સ, ગાંધીનગરે આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આ સિન્ડિકેટનો પર્દાફાશ કરીને મોટી સફળતા મેળવી છે. જેમાં અંદાજે ₹719 કરોડથી વધુની સાયબર ઠગાઇ કરવામાં આવી હતી.
દુબઈ અને ચીનમાં બેઠેલી સાયબર ફ્રોડ ગેંગ સાથે સીધું કનેક્શન ધરાવતી આ સિન્ડિકેટને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસ મહાનિદેશક ડૉ. કે. લક્ષ્મી નારાયણ રાવ સાહેબ અને પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ સાહેબના સઘન કાર્યવાહીના નિર્દેશો બાદ સાયબર સેલની ટીમોએ હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસનો ઉપયોગ કરીને આ ગેંગના 10 સભ્યોને ભાવનગર ખાતેથી પકડી પાડ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરની સાયબર ફ્રોડ ગેંગ સાથે સીધું કનેક્શન ધરાવતી હતી.
આ સાયબર ગુનેગારોની મોડસ ઓપરેન્ડી હતી કે આરોપીઓ આર્થિક ફાયદા માટે 'મ્યુલ એકાઉન્ટો' ખોલાવતા હતા. આ એકાઉન્ટોમાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકોના ગુમાવેલા નાણાં જમા થતા હતા. ત્યારબાદ આરોપીઓ ચેક વિડ્રોઅલ, ઓનલાઇન એપ્લિકેશન્સ, ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન અને આંગડિયા મારફતે આ નાણાં રોકડમાં રૂપાંતરિત કરીને દુબઈ/ચીનમાં બેઠેલા મુખ્ય સૂત્રધારોને મોકલી આપતા હતા અને બદલામાં તેમનું કમિશન મેળવતા હતા.
તપાસમાં જાણવા મળ્યું છે કે ભાવનગરની ઇન્ડસઇન્ડ બેંક બ્રાંચ ખાતે ખોલાયેલા 110 બેંક એકાઉન્ટો પૈકી 87 ખાતાઓમાં 147 સાયબર ફ્રોડની ફરિયાદોના ગુના ઉકેલાયા છે. જોકે, આ જ ખાતાઓમાંથી નાણાં મોકલનાર 130 ‘પેઇ’ બેંક એકાઉન્ટો દ્વારા કુલ 1447 ગુના આચરવામાં આવ્યા હતા.
પકડાયેલા 10 આરોપીઓમાં બેંકના કર્મચારીઓ (અબુબકરબિન શેખ, પાર્થ ઉપાધ્યાય), મ્યુલ એકાઉન્ટ પૂરા પાડનારા અને ક્રિપ્ટો કરન્સી મારફતે નાણાં ટ્રાન્સફર કરનારા મુખ્ય સૂત્રધારોનો સમાવેશ થાય છે. મુખ્ય સૂત્રધાર દિવ્યરાજસિંહ ઝાલા દુબઈ/ચીનની ગેંગ સાથે સીધી લિંક ધરાવતો હતો.
આ ગેંગે Investment Fraud, UPI Fraud, Loan Fraud, Task Fraud, Digital Arrest Fraud સહિત જુદી જુદી મોડસ ઓપરેન્ડીથી લોકોને શિકાર બનાવ્યા હતા. આ ધરપકડ સાયબર ક્રાઇમ સામે ગુજરાત પોલીસની મક્કમ લડત દર્શાવે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?