રાતોરાત રોયલ્ટી ડબલ: રેતી-માટી સહિતના ખનિજ મોંઘાં, મકાન ખર્ચમાં વધારો!
રાજ્ય સરકારે પ્રિમિયમના નામે રેતી, માટી, કપચી સહિતના ખનિજોની રોયલ્ટી બમણી કરી

ઉત્પાદકોને 18 ટકા GST, 10 ટકા ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ અને વેચાણ પર ભરવો પડે છે 5 ટકા GST

ઉત્પાદકોને 18 ટકા GST, 10 ટકા ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ અને વેચાણ પર ભરવો પડે છે 5 ટકા GST
રાજ્ય સરકારે રાતોરાત રેતી, કપચી અને સાદી માટી સહિતના ખનિજ પર લેવાતી રોયલ્ટી બમણી કરી દીધી છે. સરકારે રોયલ્ટી ઉપરાંત પ્રિમિયમની વસૂલાત કરવાનો નિર્ણય લીધો છે. અચાનક રોયલ્ટી બમણી કરાતાં ખનિજનું ઉત્પાદન અને વેપાર કરતા લોકોમાં વિરોધ શરૂ થયો છે.
આ ખનિજ પર દર વર્ષે 30 ટકા વધારો કરવામાં આવતો હતો. છેલ્લે વર્ષ-2015માં રોયલ્ટીની રકમમાં વધારો થયો હતો. વર્ષ-2017ના જાહેરનામાં મુજબ નવી લીઝ 100 ટકા પ્રિમિયમ ભર્યા બાદ એલોટ થતી હતી. જેથી રોયલ્ટીની રકમમાં વધારો કરવામાં આવતો નહોતો.
પોર્ટલ ચાર કલાક બંધ રાખ્યા બાદ અચાનક વધારો કરાયો
છેલ્લા 10 વર્ષથી રોયલ્ટીની રકમમાં વધારો કરવામાં આવ્યો નથી. સોમવારે રાતોરાત વિવિધ ખનિજોની રોયલ્ટીમાં વધારો કરતું જાહેરનામું બહાર પાડયું હતું. જેમાં રાજ્ય સરકારે રોયલ્ટી ઉપર તેટલી રકમનું પ્રિમિયમ વસૂલ કરવાનો ઉલ્લેખ કર્યો છે. ખનિજ માટે હવે બમણી રોયલ્ટી ભરવી પડશે. સોમવારે સાંજે રોયલ્ટી ભરવા માટેની ઓનલાઈન સિસ્ટમ ચાર કલાક બંધ રહી હતી.
સિસ્ટમ શરૂ થયા બાદ રોયલ્ટીના ભાવો વધારી દેવામાં આવ્યા હતાં. તાત્કાલિક અસરથી ખનિજો પર વસૂલાતી રોયલ્ટી અને પ્રિમિયમના ભાવમાં વધારો કરી દેતા ઉત્પાદકોને આંચકો લાગ્યો છે. ખનિજો સાથે સંકળાયેલા એસોસિએશનો પણ નિર્ણયનો વિરોધ કરવો કે નહીં તે અંગે મૂંઝવણમાં મૂકાયા છે.
બમણા વધારાથી રોયલ્ટીની ચોરી વધવાની શક્યતા
રાજ્ય સરકારે ખનિજોની રોયલ્ટીના દર બમણા કરી દેતાં ખનિજચોરી વધવાની શક્યતા છે. રેતી, માટી તેમજ બ્લેક ટ્રેપની ક્વોરીઓ દ્વારા મોટાપાયે રોયલ્ટીની ચોરીઓ થતી હોય છે. ખાણ ખનિજ વિભાગ રોડ પર રોયલ્ટી વગરના વાહનો ઝડપી પાડી રોયલ્ટી ઉપરાંત દંડની વસૂલાત કરાતું હોય છે. હવે બમણી રોયલ્ટી કરવામાં આવતા રોયલ્ટી ચોરી વધવાનો ગણગણાટ ઉત્પાદકોમાં શરૂ થઈ ગયો છે.
રેતીમાં બે મહિના અગાઉ વધારો કરાયો હતો
રાજ્ય સરકારે રેતીની રોયલ્ટીના દરોમાં બે મહિના પહેલાં વધારો કર્યો હતો અને તે મુજબ જ બમણી રોયલ્ટીની વસૂલાત થતી હતી. હવે દરેક ખનિજો પર ડબલ રોયલ્ટી વસૂલ કરવાનું નક્કી કરવામાં આવતાં બિલ્ડરો અને કન્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે રેતી મોંઘી થવાની શક્યતા છે.
ખનીજની રોયલ્ટીમાં કેટલો વધારો કરાયો?
ખનિજ ઉત્પાદકોના જણાવ્યા અનુસાર કપચી ઉપર અગાઉ પ્રતિ મેટ્રિક ટનના 45 રૂપિયા રોયલ્ટી વસૂલાતી હતી તે વધારીને 90 રૂપિયા કરી દેવામાં આવી છે. તેવી જ રીતે રેતીમાં 40 થી વધારીને 80 રૂપિયા, માટીમાં 25 થી વધારીને 50 રૂપિયા તેમજ જિપ્સમમાં 45થી વધારીને 90 રૂપિયા રોયલ્ટી કરી દેવામાં આવી છે. રોયલ્ટીના દર ઉપરાંત 18 ટકા GST, 10 ટકા ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ તેમજ મટિરિયલના વેચાણ પર વધારાનો 5 ટકા GST ઉત્પાદકોએ ભરવાનો હોય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!