ગુજરાત પોલીસમાં 13,591 જગ્યાઓ માટે ભરતી જાહેર
PSI અને લોકરક્ષક કેડર માટે OJAS પર 3 થી 23 ડિસેમ્બર 2025 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે

ભરતી પ્રક્રિયા માટેની ઓનલાઈન અરજીઓ 3 ડિસેમ્બર 2025થી OJAS પોર્ટલ પર શરૂ કરાશે

ભરતી પ્રક્રિયા માટેની ઓનલાઈન અરજીઓ 3 ડિસેમ્બર 2025થી OJAS પોર્ટલ પર શરૂ કરાશે
ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા યુવાનો માટે આનંદના સમાચાર છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે વર્ગ-3 સંવર્ગ હેઠળ પોલીસ સબ ઈન્સપેક્ટર અને લોકરક્ષક કેડરની 13,591 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી માટે ઓનલાઈન અરજીઓ 3 ડિસેમ્બર 2025થી રાજ્ય સરકારના OJAS પોર્ટલ ઉપર શરૂ કરવામાં આવશે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક (LRD) કેડરની 13,591 જેટલી જગ્યાઓ માટે ભરતીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના યુવાનો માટે પોલીસ વિભાગમાં જોડાવાની મોટી તક છે. ભરતી માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા 3 ડિસેમ્બર, 2025થી શરૂ થશે. ઉમેદવારો 23 ડિસેમ્બર, 2025 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.
પોલીસ સબ ઈન્સપેક્ટરની 858 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર, હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર અને જેલર ગૃપ-2નો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્નાતક થયેલાં ઉમેદવારો PSIની જગ્યા માટે 3 થી 23 ડિસેમ્બર 2025 દરમિયાન અરજી કરી શકશે.
લોકરક્ષક દળની 12733 ખાલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF) અને જેલ સિપાઈ (પુરૂષ અને મહિલા)ની જગ્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ધોરણ-12 પાસ ઉમેદવારો લોકરક્ષક માટે અરજી કરી શકશે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ https://gprb.gujarat.gov.in તેમજ https://ojas.gujarat.gov.in પર જઈને ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. ભરતી બોર્ડના અધ્યક્ષ IPS નિરજા ગોટરૂએ 29 નવેમ્બરના રોજ પોલીસ ભરતીની સત્તાવાર જાહેરાત કરી હતી. 3 ડિસેમ્બર-2025ના રોજ બપોરે 2 વાગ્યે અરજી પ્રક્રિયાની શરૂઆત થશે. જ્યારે 23 ડિસેમ્બર 2025ના રોજ રાત્રે 11:59 વાગ્યા સુધી અરજી કરી શકાશે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, નવેમ્બર મહિનાના અંત સુધી ગુજરાત પોલીસ દળમાં 14,507 નવી જગ્યાઓની ભરતી પ્રક્રિયા જાહેર કરવામાં આવશે. જેમાં PSI-લોકરક્ષક અને ટેકનિકલ કેડરનો જગ્યાઓનો સમાવેશ કરવામાં આવશે.
કેડરવાર જગ્યાઓPSI કુલ: 858
બિન હથિયારી PSI: 659
હથિયારી PSI: 129
જેલર ગૃપ-2: 70
લોકરક્ષક કુલ: 12,733
બિન હથિયારી કોન્સ્ટેબલ: 6,942
હથિયારી કોન્સ્ટેબલ: 2,458
SRPF કોન્સ્ટેબલ: 3,002
જેલ સિપાહી (પુરુષ): 300
જેલ સિપાહી (મહિલા): 31
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?