રાજકુમાર જાટ કેસ: તપાસ રાજકોટ બહારના SPને
હાઈકોર્ટનો આદેશ: પૂર્વ ધારાસભ્યના પરિવાર સામેના હત્યાના આક્ષેપોની નવી તપાસ

રાજકુમાર જાટ કેસમાં આવ્યો નવો વળાંક

રાજકુમાર જાટ કેસમાં આવ્યો નવો વળાંક
ગોંડલના ૨૪ વર્ષીય યુવક રાજકુમાર જાટના શંકાસ્પદ મૃત્યુના મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. મૃતકના પરિવારે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ અને તેમના પુત્ર ગણેશ ગોંડલ સહિત પરિવારજનો પર હત્યાનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે. મૃતદેહ રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પરથી નગ્ન હાલતમાં મળ્યો હતો, જેને સ્થાનિક પોલીસે અકસ્માત તરીકે નોંધ્યો હતો. જોકે, પરિવારનું માનવું છે કે સ્થાનિક પોલીસ પૂર્વ ધારાસભ્યને બચાવી રહી છે, જેથી તેમણે CBI તપાસની માંગ સાથે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.
હાઈકોર્ટનો મહત્ત્વનો નિર્ણય:
હાઈકોર્ટે પ્રથમદર્શી અભિપ્રાય વ્યક્ત કર્યો કે કેસની તપાસ બીજા અધિકારીને સોંપવી જરૂરી છે. સરકારી વકીલે રજૂ કરેલા નામો પૈકી, કોર્ટની સિનિયોરિટી અને કોમન સજેશનને આધારે આ કેસની તપાસ રાજકોટ જિલ્લા બહારના અધિકારી IPS પ્રેમસુખ ડેલુ (SP સુરેન્દ્રનગર) ને સોંપવામાં આવી છે. Dysp જે.ડી. પુરોહિત (ધાંગધ્રા) તેમને તપાસમાં મદદ કરશે અને તેઓ નવી તપાસ ટીમની રચના પણ કરી શકશે.
નવી તપાસ કમિટીની કામગીરી:
નવી તપાસ કમિટી આ કેસમાં નવેસરથી તપાસ શરૂ કરશે. કમિટી ૦૨ માર્ચ, ૨૦૨૫ થી ૧૫ માર્ચ, ૨૦૨૫ વચ્ચેની ઘટનાઓ — જેમાં ગુમ થવાની ફરિયાદ, અકસ્માત, ડેડબોડી મળવી વગેરેની ઝીણવટભરી તપાસ કરશે.
તપાસનો મુખ્ય ધ્યેય: રાજકુમાર જાટનું મૃત્યુ હત્યા, અકસ્માત, આત્મહત્યા કે કુદરતી મોત કયા કારણોસર થયું, તેની સ્વતંત્ર અને વૈજ્ઞાનિક તપાસ કરવી.
સાયન્ટિફિક તપાસ: તપાસમાં FSL ની મદદ લેવામાં આવશે.
ડેટા ટ્રાન્સફર: રાજકોટ પોલીસે અત્યાર સુધી કરેલ તમામ તપાસ પેપર અને એકત્ર કરેલ CCTV ફૂટેજ નવી તપાસ ટીમને સોંપી દેવાશે.
પરિવારના ગંભીર આક્ષેપો અને પુરાવા:
પરિવાર અને અરજદારના વકીલે કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે મૃતદેહના હાથ અને પગ ઉપર ચકામાના નિશાન જોવા મળ્યા હતા, જે અકસ્માતથી નહીં પણ માર મારવાને કારણે થયા હોવાનો પુરાવો છે. મૃતદેહ નગ્ન હાલતમાં મળવો પણ હત્યા તરફ ઇશારો કરે છે. કોર્ટ સમક્ષ સંપૂર્ણ પોસ્ટમોર્ટમ રિપોર્ટનું વર્ણન કરવામાં આવ્યું હતું.
આ તપાસનો પ્રથમ પ્રોગ્રેસ રિપોર્ટ ૧૦ ડિસેમ્બરે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ મૂકવામાં આવશે, જેના પર ૧૫ ડિસેમ્બરે વધુ સુનાવણી યોજાશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!