નિવૃત્તિના 24કલાક પહેલાં જ ACP વી. જી. પટેલ બરતરફ
વડોદરામાં જુગારના કેસમાં આરોપીને ઘરે ન રહેવાની સલાહ આપી હતી

નિવૃત્તિના 24કલાક પહેલાં જ ACP વી. જી. પટેલ બરતરફ

નિવૃત્તિના 24કલાક પહેલાં જ ACP વી. જી. પટેલ બરતરફ
Rajkot ACP VG Patel Dismissed: ગુજરાત પોલીસ વિભાગમાં ચકચાર મચાવતો એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક નિર્ણય સામે આવ્યો છે. રાજકોટ પોલીસ કન્ટ્રોલરૂમના એસીપી (ACP) વિનાયક જી. પટેલને તેમની નિવૃત્તિના બરાબર એક દિવસ પહેલાં જ ગૃહ વિભાગ દ્વારા નોકરીમાંથી ડિસમીસ (બરતરફ) કરી દેવામાં આવ્યા છે. 31 મેના રોજ વય મર્યાદાના કારણે નિવૃત થનારા આ અધિકારી સામે વડોદરામાં ફરજ દરમિયાન જુગારના એક આરોપીને મદદ કરવાનો ગંભીર આક્ષેપ હતો, જેમાં ખાતાકીય તપાસ બાદ તેઓ દોષિત ઠર્યા છે.
વડોદરાના જુગાર કેસમાં આરોપીને આપી હતી ખાસ 'સલાહ'
એસીપી વી. જી. પટેલ જ્યારે વડોદરામાં એચ ડિવિઝનમાં ફરજ બજાવતા હતા, ત્યારે મકરપુરા પોલીસ સ્ટેશનમાં જુગારનો એક ગુનો નોંધાયો હતો. આ કેસના મુખ્ય આરોપી સંજય ઉર્ફે ભુરો અમૃતલાલ છગાણી પોલીસ પકડમાં ન આવે તે માટે એસીપી પટેલે તેને ઘરે ન રહેવાની કથિત સલાહ આપી હતી. આ સાથે જ આરોપીની મદદ કરવા બદલ મોટો આર્થિક વહીવટ થયો હોવાની ચર્ચાઓએ પણ જોર પકડ્યું હતું. આ ગંભીર બેદરકારી અને આક્ષેપોને પગલે તેમની સામે વિભાગીય તપાસ શરૂ કરવામાં આવી હતી.
ખાતાકીય તપાસમાં દોષિત જાહેર થતાં ગૃહ વિભાગની કડક કાર્યવાહી
લાંબા સમયથી ચાલી રહેલી આ ખાતાકીય તપાસના અંતે અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો અને પુરાવાઓના આધારે વી. જી. પટેલ ગુનામાં દોષિત જાહેર થયા હતા. તપાસનો આખરી રિપોર્ટ ગૃહ વિભાગ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટને આધારે ગૃહ વિભાગે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી નિવૃત્તિની રાહ જોઈ રહેલા અધિકારી સામે કડક વલણ અપનાવ્યું હતું. પરિણામે, 31 મેના રોજ નિવૃત્ત થવાના 24 કલાક પહેલા જ એટલે કે 30 મેની સાંજે તેમને તાત્કાલિક અસરથી બરતરફ કરતો હુકમ જારી કરી દેવામાં આવ્યો હતો. આ આદેશને પગલે સમગ્ર પોલીસ બેડામાં મોટો ફફડાટ ફેલાયો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.