છેલ્લા 24 કલાકમાં રાજ્યના 181 તાલુકામાં વરસાદ
6 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ, અમદાવાદ સહિત ગુજરાતના અનેક જિલ્લામાં મેઘમહેર

વરસાદ

વરસાદ
ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી હળવાથી ભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરના પ્રહલાદનગર, આનંદનગર, એસજી હાઈવે, શિવરંજની, થલતેજ, શીલજ, બોપલ, ઈસનપુર, સીટીએમ, અને ઘોડાસર સહિતના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે.
6 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર
હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા મુજબ, રવિવારે સવારે 7 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં ગુજરાતના છ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને ખેડાનો સમાવેશ થાય છે, જ્યાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
આ ઉપરાંત, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ અને ભાવનગરમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
28મી જુલાઈની વરસાદની આગાહી
હવામાન વિભાગે 28મી જુલાઈ માટે પણ વરસાદની આગાહી કરી છે. તે મુજબ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
જ્યારે રાજ્યના અન્ય 21 જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં ભારે વરસાદની શક્યતા છે. આ જિલ્લાઓમાં પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, રાજકોટ, બોટાદનો સમાવેશ થાય છે.
વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા છે, અને લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!