ગુજરાતના 18 તાલુકાઓમાં વરસાદી માહોલ, અમરેલીમાં વરસ્યો સૌથી વધુ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 18 તાલુકાઓમાં વરસાદ થયો, જેમાં અમરેલીમાં સૌથી વધુ 3.25 ઈંચ વરસાદ નોંધાયો છે.

વરસાદી માહોલ

વરસાદી માહોલ
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 18 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. તેમાં સૌથી વધુ અમરેલી જિલ્લામાં 3.25 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત, મેંદરડામાં 1.75 ઈંચ, લાઠીમાં 1.5 ઈંચ, માંગરોળમાં 1.5 ઈંચ, જ્યારે પાટણ અને વેરાવળમાં 1 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.
માળિયા હાટીનામાં 0.75 ઈંચ, લીમખેડામાં 5 મીમી, વંથલીમાં 6 મીમી, ગઢડામાં 4 મીમી, બગસરા અને ડાંગના આહવામાં 3-3 મીમી વરસાદ થયો છે. નવસારી શહેરના અનેક વિસ્તારો જેમ કે, મંકોડિયા, ઈટાડવા, સ્ટેશન રોડ પર પણ વરસાદી માહોલ રહ્યો હતો.
આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનું વાતાવરણ છે. કેરી અને ચીકુ જેવા ફળના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ડાંગરના પાક પર પણ આ વરસાદનો પ્રભાવ પડી શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?