ગુજરાતમાં અગામી બે દિવસ ગાજવીજ સાથે વરસાદ
દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી

ગુજરાતમાં બે દિવસ વીજળી સાથે વરસાદ

ગુજરાતમાં બે દિવસ વીજળી સાથે વરસાદ
રાજ્યમાં બે દિવસ થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી રહેશે તેમ હવામાન વિભાગે જાહેર કર્યું છે. આગામી ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે દરિયાકાંઠે 40થી 45 કિમી પ્રતિ કલાક પવન ફૂંકાવવાની આગાહી પણ કરાઈ છે.
આગામી બે દિવસ એટલે કે 30 અને 31મી જુલાઈના રોજ રાજ્યભરમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી નથી.
ગુજરાતમાં વરસાદની તીવ્રતા હાલ ઘટી રહી હોય તેમ દેખાઈ રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં સતત ચોથા દિવસે વરસાદની મહેર જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, સુરત અને તાપી જિલ્લામાં એક પણ તાલુકો વરસાદી પાણી વગર રહ્યો નથી. તમામ તાલુકાઓમાં સરેરાશ દોઢથી બે ઇંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, ત્રણ સિસ્ટમ સક્રિય છે. ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશ અને આસપાસના વિસ્તારો પરનું નીચું દબાણ ક્ષેત્ર ત્યાં જ યથાવત રહ્યું છે. સંકળાયેલ ચક્રવાતી પરિભ્રમણ દક્ષિણપશ્ચિમ તરફ જઈ રહ્યું છે. આ સાથે ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રથી દક્ષિણ બાંગ્લાદેશ સુધી ગુજરાત તરફનો ટ્રફ, ઉત્તરપશ્ચિમ મધ્યપ્રદેશ અને આસપાસના વિસ્તારો, ઉત્તર છત્તીસગઢ, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ પર સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી ઉપર ઓછા દબાણવાળા વિસ્તાર સાથે સંકળાયેલ ચક્રવાતી પરિભ્રમણ યથાવત રહ્યું છે. ચોમાસું ટ્રફની વાત કરીએ તો દિલ્હી, ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશ, સતના, ડાલ્ટનગંજ, જમશેદપુર, દિઘા અને ત્યાંથી પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ બંગાળની ખાડીમાં પસાર થવાનું ચાલુ છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ :
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ નોંધાયો છે, સૌથી વધુ કપરાડા તાલુકામાં 2.13 ઇંચ વરસાદ, વઘઇ અને ડાંગમાં 1.7 ઇંચ વરસાદ, ખેરગામ અને વાંસદામાં 1.6 ઇંચ વરસાદ, ધરમપુરમાં 1.4 ઇંચ, વલસાડમાં 1.1 ઇંચ વરસાદ અને વાપીમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!