બનાસકાંઠાના કંબોઈ-ઉંબરી બ્રિજની કામગીરીમાં રેલવેને 100 કરોડનું નુકસાન
હાટકેશ્વર બ્રિજ બનાવનાર મહેસાણાની અજય ઈન્ફ્રા કંપનીના માલિકો સામે નોંધાઈ ફરિયાદ

બનાસકાંઠાના કંબોઈ-ઉંબરી બ્રિજની કામગીરીમાં રેલવેને 100 કરોડનું નુકસાન

બનાસકાંઠાના કંબોઈ-ઉંબરી બ્રિજની કામગીરીમાં રેલવેને 100 કરોડનું નુકસાન
બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના કંબોઈ-ઉંબરી વચ્ચે બનાસ નદી ઉપર બનાવાયેલા રેલવે બ્રિજની કામગીરીમાં રૂપિયા 100 કરોડનું નુકસાન કર્યાનો ઘટસ્ફોટ થયો છે. અમદાવાદના બહુચર્ચિત હાટકેશ્વર બ્રિજનું નિર્માણ કરનાર અજય એન્જી. ઈન્ફ્રા કંપનીના માલિકો સામે શિહોરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. વર્ષ વર્ષ 2023માં બનાસ નદીમાં પુર આવતાં પુલના પીલરના સળીયા દેખાવા લાગ્યા હતા. આ અંગે રેલવે વિભાગને જાણ થતાં તપાસ હાથ ધરાઈ હતી. પુલની કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરે ગેરરીતિ કરી રેલવે વિભાગને રૂપિયા 100 કરોડનું નુકસાન કર્યાનું બહાર આવતાં વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં હાટકેશ્વર બ્રિજ બનાવનાર મહેસાણાની અજય એન્જી.ઈન્ફ્રા કંપનીની વધુ એક ગેરરીતિનો ઘટસ્ફોટ થયો છે. અજય ઈન્ફ્રા કંપનીએ વર્ષ 2013માં બનાસકાંઠા જિલ્લાના કંબોઈ-ઉંબરી વચ્ચે રેલવેના બ્રિજનું નિર્માણ કર્યુ હતુ. વર્ષ 2023માં બનાસ નદીમાં પુર આવતાં રેલવે બ્રિજની હલકી કામગીરીના કારણે સળીયા દેખાવા લાગ્યા હતા. તેથી પશ્ચિમ રેલવેના વિજિલન્સ વિભાગે બ્રિજની ગુણવત્તા અંગે તપાસ કરી હતી.
રેલવે બ્રિજની કામગીરી ધારાધોરણો મુજબ નહી કરીને રેલવે વિભાગને રૂપિયા 100 કરોડનું નુકસાન કરાયાનું તપાસમાં બહાર આવ્યુ હતુ. તેથી પશ્ચિમ રેલવેના અમદાવાદ સ્થિત ડેપ્યુટી ચીફ એન્જિનિયર અશોકકુમારસીંગે શિહોરી પોલીસ સ્ટેશનમાં અજય ઈન્ફ્રા કંપનીના સંચાલકો સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં રેલવે વિભાગ સાથે છેતરપિંડી કરી રૂપિયા 100 કરોડનું નુકસાન કર્યાનો ઉલ્લેખ કરાયો છે. જેના કારણે આગામી સમયમાં અજય ઈન્ફ્રા કંપનીના સંચાલકોની ધરપકડ થાય તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં વર્ષ 2023માં ભારે વરસાદના પગલે બનાસ નદીમાં પુર આવ્યું હતું. તે સમયે ઉંબરી અને કંબોઈ વચ્ચેનો રેલવે બ્રિજ જર્જરિત હાલતમાં થઈ ગયો હતો. બ્રિજ પરથી પસાર થતી માલગાડીઓ બંધ કરીને ટ્રેનોની સ્પીડ 20 કિલોમીટરની કરી દેવામાં આવી હતી. ત્યારબાદ પશ્ચિમ રેલવેના અધિકારીઓએ બ્રિજના સ્થળે રૂબરૂ જઈને તપાસ કરી હતી.
હાટકેશ્વર બ્રિજ કૌભાંડમાં સંચાલકોની ધરપકડ થઈ હતી
અજય ઈન્ફ્રા કંપનીએ અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ પણ બનાવ્યો હતો. બ્રિજ બનાવ્યા બાદ ગુણવત્તા અંગે ફરિયાદો ઉઠી હતી. તેથી એએમસીએ તપાસ કરતાં હલકી ગુણવત્તાનો બ્રિજ બનાવાયો હોવાનો ખુલાસો થયો હતો. ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં સંચાલકોને આગોતરા જામીન માટે સુપ્રીમકોર્ટ સુધી જવું પડ્યુ હતુ. સુપ્રીમકોર્ટે આગોતરા જામીન ફગાવતા કંપનીના ચેરમેન રમેશ પટેલ, બે પુત્રો ચિરાગ પટેલ અને કલ્પેશ પટેલ, જેઓ કંપનીના ડિરેક્ટર હતા તેમજ કંપનીના ભાગીદાર રસિક પટેલની ધરપકડ કરવામાં આવી હતી. હાટકેશ્વર બ્રિજ ત્રણ જ વર્ષમાં તોડી પાડીને તેનો રૂપિયા 52 કરોડ ખર્ચ કંપનીના સંચાલકો પાસેથી વસૂલવાનો નિર્ણય કરાયો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.